ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - today 10

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

By

Published : May 30, 2021, 7:44 AM IST

આજે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજવામાં આવી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરેલી મુખ્યમંત્રી બાલ સેવા યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલા બાળકોને તેમની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળક દિઠ ચાર હજારની માસિક સહાયતા આપશે.

આજે અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી કરાશે

ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી

કોરોનાનો કહેર ઓછું થવાનું નામ લેતો નથી. રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં એએમસીનું હેલ્થ ડિપાર્ટમેન્ટ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી કરશે.

આજે મોદી સરકારના 7 વર્ષ પૂર્ણ થયા પર 1લાખ ગામોમાં પ્રચાર કરાશે

મોદી સરકારના 7 વર્ષ પૂરા થતાં ભાજપ સાદગીથી ઉજવશે

મોદી સરકારના 7 વર્ષ પૂરા થતાં ભાજપ સાદગીથી ઉજવશે. ભારતીય જનતા પાર્ટી જિલ્લા મંડળ કક્ષાએ વિવિધ સેવા કાર્યો દ્વારા લોકો સુધી પહોંચશે. પક્ષના અધિકારીઓ, કાર્યકરો, જન પ્રતિનિધિઓ વિવિધ સેવા કાર્યો દ્વારા પહોંચશે. આ સમગ્ર અભિયાન સેવા સંસ્થાના અભિયાનનો ભાગ હશે.

આજે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના વિશે સમીક્ષા કરશે

મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. તેની સામે લડવા રસીકરણ પણ શરૂ કરાયું છે. તેમજ લોકડાઉન અને કરફ્યૂ પણ લાદવામાં આવ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન કોરોનાને લઇને સમીક્ષા કરશે. કોરોનામાં હાઇ પોઝિટિવિટી રેટવાળા જિલ્લાઓ અને શહેરોની પરિસ્થિતિનો ચિતાર લેશે.

આજે યાસ તોફાનની અસર મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં જોઇ શકાશે

યાસ ચક્રવાત

સમગ્ર દેશ કોરોનાની મહામારીના કારણે ઘણી મૂશ્કેલીઓ વેઠવી પડી છે. એ બાદ તૌકતે વાવાઝોડાના કારણે પણ ઘણુ નુક્સાન થયું છે. ત્યારે યાસ તોફાનની અસર મધ્યપ્રદેશમાં જોઇ શકાશે. તેના લીધે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આજે મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલીન કોવિડની સ્થિતિ અંગે કોઇમ્બતૂરની મૂલાકાત લેશે

મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલીન

હાલ દેશમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લેતા ત્યારે મ્યુકરમાઇકોસિસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલીન કોવિડની પરિસ્થિતિની તપાસ લેવા માટે કોઇમ્બતૂરની મૂલાકાત લેવા જશે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો 77મો એપિસોડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પીએમ મોદી આજે દેશવાસીઓ સાથે સંવાદ કરશે. ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી વાતો ઉપરાંત તેમના મંતવ્યો શેર કરશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 25 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે વાતચીત કરી હતી તેમજ મહારાષ્ટ્રના કોવિડ -19 ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશી સાથે વાત કરી હતી.

આજે બિહારના 17 જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા

ભારે વરસાદ પડવાની શક્યતા

બિહારના 17 જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારે વીજળીને લઇને પણ ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાત તોફાન 'યાસ' ના કારણે પાટનગર પટણા સહિત રાજ્યના ઘણા ભાગોમાં રાતોરાત વરસાદ પડ્યો હતો.

આજે કોરોના કરફ્યૂને લઇને યુપીમાં બેઠક યોજાશે

કોરોના કરફ્યૂ અંગે બેઠક

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે તેની સામે લડવા માટેના પગલા પણ લેવામાં આવી રહ્યા છે. ગાઇડલાઇનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના કરફ્યૂને લઇને યુપીમાં બેઠક યોજાશે, જેમાં લોકોને રાહતના સમાચાર મળી શકે છે.

આજે 30મેના હિન્દી જર્નાલિઝમ ડે

હિન્દી જર્નાલિઝમ ડે

હિન્દી ભાષામાં, 'ઉદન્ત માર્તન્ડ' નામે પ્રથમ અખબાર 30મે 1826ના રોજ બહાર પાડવામાં આવ્યું. તેથી, આ દિવસને હિન્દી જર્નાલિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. પંડિત જુગલ કિશોર શુક્લાએ તેની શરૂઆત કલકત્તાથી સાપ્તાહિક અખબાર તરીકે કરી હતી. તે તેના પ્રકાશક અને સંપાદક પણ હતા. આ રીતે હિન્દી પત્રકારત્વની શરૂઆત કરનાર પંડિત જુગલ કિશોર શુક્લને હિન્દી પત્રકારત્વની દુનિયામાં વિશેષ સન્માન છે.

ABOUT THE AUTHOR

...view details