ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - રાજનીતિ

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY

By

Published : May 24, 2021, 7:02 AM IST

  • ગુજરાત હાઇકોર્ટમાં સૌગન્ધનામુ રજૂ થશે
    ગુજરાત હાઇકોર્ટ

આજે સોમવારે રાજ્ય સરકાર કોરોનાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં સૌગન્ધનામુ રજૂ કરશે.

  • આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો સાથે થતા અન્યાયને લઈને મુખ્યપ્રધાનને વેદનાપત્ર
    આશા વર્કર બહેનો

કચ્છમાં આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો સાથે થતા અન્યાયને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મારફત ગુજરાતના મુખ્યપ્રધાનને વેદનાપત્ર આપવામાં આપશે.

  • સિવિલના દર્દીઓને મહાત્મા મંદિરમાં ખસેડવામાં આવશે
    ગાંધીનગર સિવિલ

ગાંધીનગર સિવિલના દર્દીઓને મહાત્મા મંદિરમાં ખસેડવામાં આવશે. બે દિવસમાં જ દર્દીઓને મહાત્મા મંદિરમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે. સિવિલ હોસ્પિટલ નોન કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે.

  • આજથી રાજસ્થાનમાં ત્રણ-સ્તરનું લોકડાઉન
    રાજસ્થાનમાં ત્રણ-સ્તરનું લોકડાઉન

રાજસ્થાનમાં વધતા જતા કોરોનાના કેસની કારણે આજે સોમવારથી 8મી જૂન સુધી ત્રણ-સ્તરનું લોકડાઉન રહેશે.

  • પરમવીર સિંહ પર આજે એટ્રોસિટી કેસમાં મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણી થશે
    પરબબીર સિંહ

મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ પરમવીર સિંહના એટ્રોસિટી કેસમાં આજે સોમવારે મુંબઇ હાઇકોર્ટમાં સુનાવણી થશે.

  • બિહારમાં લોકડાઉન-3ના વિસ્તરણનો નિર્ણય અને નવી માર્ગદર્શિકા
    બિહારમાં લોકડાઉન-3ના વિસ્તરણનો નિર્ણય અને નવી માર્ગદર્શિકા

આજે સોમવારે બિહારમાં કોરોનાના વધતા કેસને લઇને લોકડાઉન-3ના વિસ્તરણ અંગેનો નિર્ણય અને નવી માર્ગદર્શિકા બહાર પડાશે.

  • દિલ્હી હાઈકોર્ટમાં કોરોના મહામારી અંગે અરજીની સુનવણી
    દિલ્હી હાઈકોર્ટ

આજે સોમવારે કોરોના મહામારી અને સરકારની તૈયારીને લઇને દિલ્હી હાઈકોર્ટમાં અરજીની સુનાવણી થશે.

  • હિમાચલપ્રદેશમાં પ્રધાન મંડળની બેઠક યોજાશે
    હિમાચલપ્રદેશમાં પ્રધાન મંડળની બેઠક યોજાશે

હિમાચલપ્રદેશમાં આજે સોમવારે પ્રધાન મંડળની બેઠક યોજાશે. કોરોના કર્ફ્યુના વિસ્તરણને લઇને નિર્ણય લઇ શકાશે.

  • મુખ્યપ્રધાન હેમંત સોરેન કોરોના અંગે કેબિનેટ પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે
    મુખ્યપ્રધાન હેમંત સોરેન

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન આજે સોમવારના રોજ રાજ્યના કોરોના સંક્રમણની અદ્યતન સ્થિતિ અને સંભવિત ત્રીજી લહેરના નિવારણ, નિયંત્રણ અંગે રાજ્યના તમામ કેબિનેટ પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે.

  • મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના
    મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના

મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે સોમવારે વરસાદ થવાની સંભાવના દેખાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details