ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - ખાસ સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY

By

Published : May 11, 2021, 6:54 AM IST

  • હાઇકોર્ટ કોરોના સૂઓ મોટો ઉપર સુનવણી
    ગુજરાત હાઇકોર્ટ

આજે મંગળવારે ગુજરાત હાઇકોર્ટ કોરોના સૂઓ મોટો ઉપર સુનવણી કરશે. આ સુનવણીમાં રાજ્ય સરકાર પોતાનું સૌગન્ધનામુ રજૂ કરશે.

  • હાઇકોર્ટમાં ભરૂચમાં હોસ્પિટલ આગ મામલે પણ સુનવણી
    ભરૂચમાં હોસ્પિટલ આગ મામલે પણ સુનવણી

આજે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચમાં હોસ્પિટલ આગ મામલે પણ સુનવણી થશે.

  • અમદાવાદમાં ડ્રાઈવ થ્રુથી વેક્સિનેશન
    ડ્રાઈવ થ્રુથી વેક્સિનેશન

અમદાવાદમાં નિકોલના ડી-માર્ટની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં આજે ડ્રાઈવ થ્રુથી વેક્સિનેશન યોજાશે.

  • અમદાવાદમાં ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા
    રમીનો પારો ઉંચો રહેવાની શક્યતા

આજે અમદાવાદમાં ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. ગરમી 41થી 43 ડિગ્રી વચ્ચે ગરમી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

  • મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક
    ભુપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ આજે મંગળવારે કોરોનાના સંદર્ભે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરશે.

  • ઝારખંડના મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદો તથા ધારાસભ્યો સાથે કોરોનાની સ્થિતિ અંગે બેઠક
    ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન આજે સવારે 11:30 વાગ્યે ઉત્તર છોટાનાગપુર વિભાગ અને દક્ષિણ છોટાનાગપુર વિભાગ અને કોલ્હન વિભાગના તમામ સાંસદો તથા ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોનાની સ્થિતિ અંગે બેઠક કરશે.

  • રાજસ્થાનના મુખ્યુપ્રધાન અશોક ગેહલોત વિપક્ષના નેતાઓ સાથે વાટાઘાટો કરશે
    ભુપેશ બઘેલ

રાજસ્થાનના મુખ્યુપ્રધાન અશોક ગેહલોત આજે મંગળવારે રાજસ્થાનમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે વિપક્ષના નેતાઓ સાથે વાટાઘાટો કરશે. આ સમય દરમિયાન કોરોનાના સંક્રમણને રોકવા માટે સૂચનો પણ આપવામાં આવશે.

  • રાજનાથ સિંહ લખનૌની મુલાકાત
    રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે લખનૌની મુલાકાતે કરશે. તથા ત્યાં કોવિડ હોસ્પિટલોનું નિરીક્ષણ પણ કરશે.

  • ગોવામાં કોરોનાના મેનેજમેન્ટને લઇને બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેંચમાં સુનાવણી
    બોમ્બે હાઇકોર્ટ

ગોવામાં કોરોનાના મેનેજમેન્ટને લઇને દાખલ કરેલી અરજી પર આજે બોમ્બે હાઇકોર્ટની ડિવિઝન બેંચમાં સુનાવણી કરશે.

  • USમાં ફાઇજર-બાયોટેક વેક્સિનને સગીર વયના લોકો પર ઇમરજન્સી ઉપયોગની મંજૂરી
    USમાં ફાઇજર-બાયોટેક વેક્સિન

USમાં આજથી ફાઇજર-બાયોટેક કોરોનાની વેક્સિનને સગીર વયના લોકો પર ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે.

ABOUT THE AUTHOR

...view details