વડાપ્રધાન મોદી શનિવારે 'ઇ-પ્રોપર્ટી કાર્ડ વિતરણ' સુવિધા શરૂ કરશે
વડાપ્રધાન મોદી શનિવારે 'ઇ-પ્રોપર્ટી કાર્ડ વિતરણ' સુવિધા શરૂ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સ્વામિત્વ સ્કીમ હેઠળ બપોરે 12 વાગે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇ-પ્રોપર્ટી કાર્ડ વિતરણ સુવિધા શરૂ કરશે. આ સાથે, રાષ્ટ્રીય પંચાયત એવોર્ડઝ પણ આપશે.
દિલ્હીના હિંસાના આરોપી તાહિર હુસેનના કેસમાં કોર્ટમાં સુનાવણી
દિલ્હીના હિંસાના આરોપી તાહિર હુસેનના કેસમાં કોર્ટમાં સુનાવણી દિલ્હી હિંસા દરમિયાન બાબરપુરની એક દુકાનમાં તોડફોડ અને અગ્નિદાહના કેસમાં કરકરદુમા કોર્ટ આજે શનિવારે ચુકાદો જાહેર કરી શકે છે.
હિમાચલ પ્રદેશમાં શનિ-રવિ માર્કેટ માટે બંધ રહેશે
હિમાચલ પ્રદેશમાં શનિ-રવિ માર્કેટ માટે બંધ રહેશે હિમાચલ પ્રદેશમાં સપ્તાહના અંતે બધા માર્કેટ 2 દિવસ માટે બંધ રહેશે. ફક્ત આવશ્યક વસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે કોરાનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા આ નિર્ણય લીધો હતો.
મધ્યપ્રદેશમાં 24 એપ્રિલથી કોરોના -2 અભિયાન ચલાવવામાં આવશે
મધ્યપ્રદેશમાં 24 એપ્રિલથી કોરોના -2 અભિયાન ચલાવવામાં આવશે મધ્યપ્રદેશમાં આજ, 24 એપ્રિલથી 9 મે દરમિયાન કોરોના -2 અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે, ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને કોરોનાથી સંભવિત દર્દીઓની યોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવશે.
શનિવારથી મધ્યપ્રદેશના ગામોમાં જનતા કર્ફ્યુ
શનિવારથી મધ્યપ્રદેશના ગામોમાં જનતા કર્ફ્યુ આજે, શનિવારથી મધ્યપ્રદેશના ગામોમાં જનતા કર્ફ્યુ કરવામાં આવ્યું છે. આ અંગે, મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે લોકોને અપીલ કરી છે કે, રાજ્યમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને રોકવા માટે માટે એકત્ર ન થાય.
શિવરાજસિંહ ચૌહાણ કીલ કોરોના અભિયાનની કરશે શરૂઆત
શિવરાજસિંહ ચૌહાણ કીલ કોરોના અભિયાનની કરશે શરૂઆત મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કીલ કોરોના અભિયાનની શરૂઆત કરશે. આ કાર્યક્રમ બાદ, મુખ્યપ્રધાન કોરોના પર સમીક્ષા બેઠક પણ યોજશે.
રાજસ્થાનમાં આજથી વિકેન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું
રાજસ્થાનમાં આજથી વિકેન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું રાજસ્થાનમાં આજથી શનિવાર અને રવિવારે વિકેન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે, આ દરમિયાન, તેના પાલન કેવી રીતે કરવામાં આવશે, તેના પર રાજ્યની જનતાનું ધ્યાન રહેશે.
રાજસ્થાનમાં આજથી ઑક્સિજન પ્લાન્ટ્સની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે
રાજસ્થાનમાં આજથી ઑક્સિજન પ્લાન્ટ્સની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ઓક્સિજનના અભાવને ધ્યાનમાં રાખીને, રાજસ્થાનના તમામ ઑક્સિજન પ્લાન્ટ્સની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે. બધા જ પ્લાન્ટમાં ઓક્સિજનનું આખા રાજ્યમાં પરિવહન પર પોલીસની સુરક્ષામાં રહેશે. આ સાથે, ઓક્સિજનના વાહન વ્યવહાર પર પણ નજર રાખવામાં આવશે.
જોધપુર અને જયપુર હાઈકોર્ટના વહીવટી તંત્રે વિકેન્ડ કર્ફ્યુ લગાવ્યું
જોધપુર અને જયપુર હાઈકોર્ટના વહીવટી તંત્રે વિકેન્ડ કર્ફ્યુ લગાવ્યું હાઈકોર્ટના વહીવટી તંત્રે જોધપુર મુખ્ય બેન્ચ અને હાઈકોર્ટની જયપુર બેન્ચ સહિત રાજ્યના તમામ ગૌણ અદાલતો, વિશેષ અદાલતો અને ટ્રિબ્યુનલ્સમાં ન્યાયિક અને કાર્યાલયના 24 એપ્રિલના રોજ કામ સ્થગિત રાખવામાં આવશે. કોરાનાના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારે લાગુ કરેલા વિકેન્ડ કર્ફ્યુને કારણે હાઇકોર્ટના વહીવટીતંત્રે આ સૂચનાઓ આપી છે.
કેરળમાં આજ શનિવારથી રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવ્યું
કેરળમાં આજ શનિવારથી રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવ્યું કેરળમાં શનિવારથી લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફક્ત જરૂરી સેવાઓ જ ચાલુ રાખવા અનુમતિ આપવામાં આવી છે.