ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - જુઓ આજના મહત્વના સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

By

Published : Apr 15, 2021, 7:03 AM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સ્પેશિયલ કેબિનેટ બેઠક યોજાશે
    મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સ્પેશિયલ કેબિનેટ બેઠક યોજાશે

બેઠકમાં કોરોનાની સાંપ્રત સ્થિતિ હોસ્પિટલમાં વેટિંગ, રેમડેસીવર ઇન્જેક્શનનો લઈને થશે ચર્ચા, હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ઉત્પાદનને લઈને થશે ચર્ચા, નવી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા બાબતે ચર્ચા થશે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને થશે ચર્ચા થશે.

  • હાઇકોર્ટ કોરોનાના વધતા કેસ પર સૂઓમોટો સુનાવણી ધરાશે
    હાઇકોર્ટ કોરોનાના વધતા કેસ પર સૂઓ મોટો સુનવણી ધરાશે

આજે ગુરૂવાર ફરીવાર ગુજરાત હાઇકોર્ટ કોરોનાના વધતા કેસ ઉપર સૂઓમોટો સુનાવણી કરશે.

  • સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં હિટવેવની આગાહી
    સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં હિટવેવની આગાહી

મધ્ય ગુજરાત અને સુરતમાં હળવો વરસાદ પડી શકે છે, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

  • સુરતના મહુવાથી લઈ ચોટીલા સુધી આજથી અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન
    સુરતના મહુવાથી લઈ ચોટીલા સુધી આજથી અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન

સુરતના મહુવાથી લઈ ચામુંડા ધામ ચોટીલા સહિત અનેક નગર અને ગામડાઓમાં આજથી સ્વયંભૂ લોકડાઉન

  • યુપી પંચાયતની ચૂંટણી: આજે પ્રથમ તબક્કાનું મતદાન
    યુપી પંચાયતની ચૂંટણી: આજે પ્રથમ તબક્કાનું મતદાન

ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે ગુરૂવાર રાજ્યના 18 જિલ્લામાં મતદાન યોજાશે. સવારે 7થી સાંજના 6 સુધી, 3,16,46,162 મતદારો 51176 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં 2,99,012 ઉમેદવારોના ભાવિને બેલેટ પેપર્સ પર સીલ કરવામાં આવશે.

  • છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આજથી લોકડાઉન
    છત્તીસગઢના બસ્તર જિલ્લામાં આજથી લોકડાઉન

છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ગુરુવારે 15 એપ્રિલથી 22 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવશે. બુધવાર સુધીમાં 20 જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું છે.

  • હિમાચલ સ્થાપના દિવસ રાજ્યમાં આનંદ સાથે ઉજવવામાં આવશે
    હિમાચલ સ્થાપના દિવસ રાજ્યમાં આનંદ સાથે ઉજવવામાં આવશે

પ્રકૃતિ ઉત્સવ સરહુલ આજે ગુરૂવાર સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહથી ઉજવાશે. તે આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ છે. સિરહુલનો તહેવાર 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવનાર છે. આ વખતે કોરોના મહામારીને લઈને સમગ્ર રાજ્યમાં વિશેષ કાર્યક્રમો અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • 15 એપ્રિલથી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લોકડાઉન
    ગ્વાલિયરમાં 15 એપ્રિલથી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લોકડાઉન

ગ્વાલિયરમાં કોરોના ઇન્ફેક્શનની ઝડપી ગતિને અંકુશમાં રાખવા માટે 15 એપ્રિલથી 7 દિવસનું લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન 15 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે શરૂ થશે અને 22 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ફક્ત દૂધ, શાકભાજી અને દવા જેવી આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવશે.

  • લાલ કિલ્લો હિંસા અંગે દીપ સિંધુની જામીન અરજી પર નિર્ણય
    લાલ કિલ્લો હિંસા અંગે દીપ સિંધુની જામીન અરજી પર નિર્ણય

પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા હિંસા મામલામાં ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુની જામીન અરજી પર દિલ્હી કોર્ટ આજે 15 એપ્રિલના રોજ ચુકાદો સંભળાવશે. વિશેષ ન્યાયાધીશ નીલોફર આબીદા પરવીને કહ્યું કે, સોમવારે કોર્ટે સિદ્ધુની જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

  • આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે IPL મેચ રમાશે
    આજે રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપિટલ વચ્ચે IPL મેચ રમાશે

IPL મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.

ABOUT THE AUTHOR

...view details