- નવસારીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નિરાલી હોસ્પિટલનું લોકાર્પણ કરશે
નવસારીમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી નિરાલી હોસ્પિટલનું લોકાર્પણ કરશે
આજે 3 વાગ્યે નવસારી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નિરાલી હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નિરાલી હોસ્પિટલ નવસારી જિલ્લાના લોકો માટે આશીર્વાદ સમાન બનશે. જેનું લોકાર્પણ આજે મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
- નવસારીમાં પ્રવેશેલી દાંડીયાત્રામાં સિક્કિમનું ડેલીગેશન પોતાની સંસ્કૃતિ બતાવશે
નવસારીમાં પ્રવેશેલી દાંડી યાત્રામાં સિક્કિમનું ડેલીગેશન પોતાની સંસ્કૃતિ બતાવશે
નવસારીમાં પ્રવેશેલી દાંડીયાત્રા જલાલપોર અને નવસારી તાલુકાના ગામડાઓમાંથી થઇને નવસારી-વિજલપોર શહેર પહોંચશે. અહીં નવસારીના લુન્સીકુઈ ખાતે યોજવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં યાત્રિકો, મહાનુભાવો અને શહેરીજનો હાજર રહેશે. કાર્યક્રમમાં સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસીંગ તમંગ અને ગુજરાતના વનપ્રધાન ગણપતસિંહ વસાવા ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સિક્કિમનું ડેલીગેશન પણ પોતાની સંસ્કૃતિની ઝાંખી બતાવશે.
- ઝારખંડમાં કેન્દ્રીય પ્રધાન ગડકરી NHAIના 21 રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
ઝારખંડમાં કેન્દ્રીય પ્રધાન ગડકરી NHAIના 21 રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
ઝારખંડમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી 3 એપ્રિલે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઑથોરિટીના 21 રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ઉપસ્થિત રહેશે. આ ઑનલાઇન સમારોહમાં 7 માર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને 14 માર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે.
- વિશ્વની સૌથી મોટી ઝુલેલાલની પ્રતિમા અજમેરમાં સ્થાપિત થશે
વિશ્વની સૌથી મોટી ઝુલેલાલની પ્રતિમા અજમેરમાં સ્થાપિત થશે
વિશ્વની સૌથી મોટી ભગવાન ઝુલેલાલની પ્રતિમા અજમેરમાં સ્થાપિત થશે. જટોઇ કોર્ટમાં સંતો અને સિંધી સમાજના અગ્રણી લોકોની ઉપસ્થિતિમાં સ્થાપના કાર્યક્રમ યોજાશે.
- રાહુલ ગાંધી આજે કેરળ ખાતે ચૂંટણી પ્રચાર કરશે
રાહુલ ગાંધી આજે કેરળ ખાતે ચૂંટણી પ્રચાર કરશે
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે કેરળ ખાતે ચૂંટણી પ્રચાર કરવા જશે.
- મધુપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં 3 એપ્રિલ નામ પાછું ખેચવાની છેલ્લી તારીખ
મધુપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં 3 એપ્રિલ નામ પાછું ખેચવાની છેલ્લી તારીખ
દેવઘરની મધુપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે 3 એપ્રિલ નામ પાછું ખેચવાની છેલ્લી તારીખ છે. 17 એપ્રિલના રોજ મતદાન થશે. પેટા ચૂંટણીની મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે.
- કેન્દ્રીય પ્રધાન અમિત શાહ કેરળના પ્રવાસે
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ કેરળના પ્રવાસે
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને નિર્મલા સીતારમણ આજે ચૂંટણી પ્રચારનાં ભાગ રૂપે કેરળનો પ્રવાસ કરશે.
- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગોકુલ મિશન અંતર્ગત દેશના બીજા મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગોકુલ મિશન અંતર્ગત દેશના બીજા મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ 47 કરોડ 50 લાખના ખર્ચે ગોકુલ મિશન અંતર્ગત દેશના બીજા મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. શિવરાજસિંહ 3 એપ્રિલે પણ ખેડૂતો સાથે વાતચીત કરશે. કિસાન સંઘના બેનર હેઠળ કિસાન ચૌપાલમાં મુખ્યપ્રધાન રાજ્યભરના 120 ખેડૂતો સાથે ચર્ચા કરશે અને તેમની સમસ્યાઓ સાંભળશે અને તેના નિરાકરણ પર વિચારણા કરવામાં આવશે.
- સિમડેગામાં નિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપ 3 થી 12 એપ્રિલ સુધી મુલતવી
સિમડેગામાં નિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપ 3 થી 12 એપ્રિલ સુધી મુલતવી
સિમડેગામાં જુનિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપ 3 થી 12 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.
- ડાન્સના મહારથી પ્રભુ દેવાનો આજે 48મો જન્મદિવસ
ડાન્સના મહારથ પ્રભુ દેવાનો આજે 48મો જન્મદિવસ
પ્રભુ દેવાનો આજે 48મો જન્મદિવસ છે. પ્રભુ દેવા અને સલમાન ખાને પહેલી વાર 2009માં આવેલી ફિલ્મ વોન્ટેડમાં સાથે કામ કર્યું હતું. આ તેમનું બોલિવૂડ ડેબ્યૂ હતું. જેમાં તેમણે નિર્દેશક તરીકે કામ કર્યું હતું. ડાન્સમાં મહારથ મેળવ્યા પછી પ્રભુએ નિર્દેશનમાં પણ પોતાની ઓળખ જાતે ઊભી કરી છે.