ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - national news

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

By

Published : Mar 7, 2021, 7:50 AM IST

ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ 2021નું મુખ્યપ્રધાન રુપાણી અને રાજ્યપાલ દેવવ્રત ઉદ્ઘાટન કરશે

ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ 2021નું મુખ્યપ્રધાન રુપાણી અને રાજ્યપાલ દેવવ્રત ઉદ્ઘાટન કરશે

મુખ્યપ્રધાન વિજય રુપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ 2021નું ઉદઘાટન આજે સવારે 10.15 કલાકે અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતે કરશે.

અમિત શાહ આજે તમિલનાડુ અને કેરળમાં સભા યોજશે

અમિત શાહ આજે તમિલનાડુ અને કેરળમાં સભા યોજશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણીલક્ષી સભા યોજશે. તેઓ કન્યાકુમારીના સુચિંદ્રમમાં જનસંપર્ક કાર્યક્રમ કરશે તથા એક રોડ શો પણ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો દબદબો યથાવત રાખીને મોટાભાગની બેઠકો પર જીત મેળવી હતી.

કલકત્તામાં વડાપ્રધાન નરેરન્દ્ર મોદી આજે ચૂંટણીલક્ષી રેલી કરશે

કલકત્તામાં વડાપ્રધાન નરેરન્દ્ર મોદી આજે ચૂંટણીલક્ષી રેલી કરશે

પશ્ચિમ બંગાળના કલકત્તામાં વડાપ્રધાન નરેરન્દ્ર મોદી આજે ચૂંટણીલક્ષી રેલી યોજશે. ફેબ્રુઆરીમાં શરુ થયેલી ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાની વડાપ્રધાનના સંબોધન સાથે સમાપન થશે.

આસામમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવારો

આસામમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવારો

આસામમાં વિધનાસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આસામની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના 40 ઉમેદવારો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા પોતાનું સંપૂર્ણ દમ લગાડી દેશે.

પશ્ચિમ બંગાળઃ એપોલો હોસ્પિટલ પહોંચીને સારવાર લઈ રહેલા વૃદ્ધાને મળ્યા

પશ્ચિમ બંગાળઃ એપોલો હોસ્પિટલ પહોંચીને સારવાર લઈ રહેલા વૃદ્ધાને મળ્યા

કેન્દ્રીય જળશક્તિ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ગજેન્દ્રસિંહ શેખાવત ભાજપના કાર્યકર્તાની માતાને મળવા માટે એપોલો હોસ્પિટલે પહોંય્ચા હતા. થોડા દિવસ પહેલા વૃદ્ધાને ઢોર માર મારવામાં આવ્યો હતો.

દિલ્હીમાં એથ્લેટીક ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત મેરેથોન-2021ની શરુઆત આજે થઈ

દિલ્હીમાં એથ્લેટીક ફેડરેશન ઓફ ઈંડિયા દ્વારા આયોજીત મેરેથોન-2021ની શરુઆત આજે થઈ

દિલ્હીમાં એથ્લેટીક ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત મેરેથોન-2021ની શરુઆત આજે વહેલી સવારે થઈ છે. મેરેથોનના કારણે દિલ્હીના ઘણા રસ્તાઓ 11 વાગ્યા સુધી પ્રભાવિત થશે.

અમદાવાદ શહેર પોલીસ નિકોલ ખાતે મહિલા જાગૃતિ રેલી અને સભા યોજશે

અમદાવાદ શહેર પોલીસ નિકોલ ખાતે મહિલા જાગૃતિ રેલી અને સભા યોજશે

અમદાવાદના નિકોલ વિસ્તારમાં શહેર પોલીસ મહિલા જાગૃતિ રેલી અને સભાનું આયોજન કર્યું છે. મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે શહેર પોલીસ દ્વારા એક જાગૃતિ રેલી તથા સભાનું આયેજન કરવામાં આવ્યું છે.

આજે બોલીવુડ એક્ટર અનુપમ ખેરનો જન્મદિવસ

આજે બોલીવુડ એક્ટર અનુપમ ખેરનો જન્મ દિવસ

બોલિવૂડના દિગ્ગજ નેત અનુપમ ખેરનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 7 માર્ચ, 1955ના રોજ શિમલામાં થયો હતો. 1982ના વર્ષમાં આગમન નામની ફિલ્મથી પોતાની કારકીર્દીની શરુઆત કરી હતી.

આજે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રલીયા વચ્ચે પાંચમી T-20 મેચ રમાશે

આજે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રલીયા વચ્ચે પાંચમી T-20 મેચ રમાશે

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આજે સિરીઝની અંતીમ અને નિર્ણાયક મેચ રમાશે. હાલ બન્ને ટીમોએ 2-2 મેચ જીતીને સિરીઝને જીવંત રાખી છે. સાંજે 4:30 કલાકે મેચનું જીવંત પ્રસારણ શરુ થશે. આ મેચ જે ટીમ જીતશે તે સિરીઝ પણ પોતાના નામે કરશે.

રાજકોટઃ રોટરી ક્લબ અને સાયકલ ક્લબ દ્વારા સાયક્લોફનનું વર્ચ્યુઅલી આયોજન કરાયું

રાજકોટઃ રોટરી ક્લબ અને સાયકલ ક્લબ દ્વારા સાયક્લોફનનું વર્ચ્યુઅલી આયોજન કરાયું

રાજકોટમાં રોટરી ક્લબ અને સાયકલ ક્લબ દ્વારા સાયક્લોફનનું વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવ્યું છે. જરુરિયાતમંદ દર્દીઓને જરુરી દવા પહોંચાડવાનું આ માધ્યમ બનશે.

ABOUT THE AUTHOR

...view details