ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં.....

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર
NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર

By

Published : Jan 31, 2021, 7:31 AM IST

વડાપ્રધાન મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં કરશે સંબોધન

વડાપ્રધાન મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં કરશે સંબોધન
આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં સંબોધન કરશે. જેમાં વિવિધ મુદ્દાઓને લઈને જનતા સાથે પોતાના વિચારો રજૂ કરશે. બંગાળ: દુમુર્જલા રેલીમાં વર્ચ્યુઅલી જોડાશે અમિત શાહ
દુમુર્જલા રેલીમાં વર્ચ્યુઅલી જોડાશે અમિત શાહ
તાજેતરમાં જ દિલ્હી ખાતે ઈઝરાયેલી દૂતાવાસ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટને પગલે અમિત શાહે પોતાનો પશ્ચિમ બંગાળનો ત્રિદિવસીય પ્રવાસ રદ્દ કર્યો હતો. જોકે, ચૂંટણીઓ નજીક આવતી જતી હોવાથી આજે પશ્ચિમ બંગાળનાં દુમુર્જલા ખાતે યોજાનાર રેલીમાં ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે.

વડાપ્રધાન મોદી રામકૃષ્ણ મિશનનાં કાર્યક્રમમાં સંબોધન કરશે

વડાપ્રધાન મોદી રામકૃષ્ણ મિશનનાં માસિક સામયિક 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં સંબોધન કરશે
રામકૃષ્ણ મિશનનું માસિક સામાયિક 'પ્રબુદ્ધ ભારત' આજે 125 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જેની ઉજવણીનાં પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે પુડ્ડુચેરીની મુલાકાતે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે પુડ્ડુચેરીની મુલાકાતે
ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે પુડ્ડુચેરીની મુલાકાતે પહોંચશે. જ્યાં ચૂંટણીલક્ષી જાહેરસભાઓનું સંબોધન કરશે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ આજે કોરોના રસી લેશે
ગાંધીનગર જિલ્લા કલેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ આજે કોરોના રસી લેશે
કોરોના વેક્સિનેશનનાં મહાઅભિયાન અંતર્ગત આજે ગાંધીનગર જિલ્લા કલેક્ટર, મનપા કમિશ્નર અને જીલ્લા પોલીસ વડા આજે સવારે 10 કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લેશે અને લોકોને પણ વેક્સિનેશન માટે અપીલ કરશે. આજે ગીર સોમનાથ જીલ્લાનાં 1.29 લાખથી વધુ બાળકોને પોલિયો રસીકરણ કરાશે
આજે ગીર સોમનાથ જીલ્લાનાં 1.29 લાખથી વધુ બાળકોને પોલિયો રસીકરણ કરાશે
પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આજે ગીર સોમનાથ જીલ્લાનાં 1.29 લાખથી વધુ બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે.

દ્વારકા જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કર્સને આજથી અપાશે કોરોના વેક્સિન

દ્વારકા જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કર્સને આજથી અપાશે કોરોના વેક્સિન
દેશભરમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશનનાં મહાઅભિયાન અંતર્ગત હાલમાં હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સિન આપવામાં આવશે. તાજેતરમાં જ જેલમુક્ત થયેલાં શશિકલાને આજે હોસ્પિટલમાંથી રજા અપાશે
તાજેતરમાં જ જેલમુક્ત થયેલાં શશિકલાને આજે હોસ્પિટલમાંથી રજા અપાશે
તમિલનાડુનાં પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાનાં નજીકનાં સાથી શશિકલા કોરોનામુક્ત થઈ ગયા છે. રવિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં શશિકલાએ ચાર વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ બે દિવસ અગાઉ જ બેંગ્લોર જેલમાંથી તેઓને મુક્ત કરવામાં આવ્યા હતાં. અભિનેત્રી પ્રિતી ઝિન્ટાનો આજે જન્મદિવસ
અભિનેત્રી પ્રિતી ઝિન્ટાનો આજે જન્મદિવસ
અભિનેત્રી પ્રિતી ઝિન્ટાનો આજે જન્મદિવસ છે. સોશિયલ મિડિયાનાં માધ્યમથી ચાહકો અને અન્ય સેલિબ્રિટિઝે શુભેચ્છાઓ પાઠવી હતી. BCCIનાં સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલનાં નવા પ્રેસિડન્ટ બન્યા
BCCIનાં સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલનાં નવા પ્રેસિડન્ટ બન્યા
BCCIનાં સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)નાં નવા પ્રેસિડન્ટ બન્યા છે. શાહે આ પદ પર બાંગ્લાદેશનાં નઝમુલ હઝન પાપોનને રિપ્લેસ કર્યા છે. BCCI ટ્રેઝરર અરુણ ધૂમલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details