સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી 3 દિવસ માટે NAACનું ઇન્સ્પેકશન
યુનિવર્સિટીઓને ગ્રેડિંગ આપતી સંસ્થા NAACની ટીમ દ્વારા આજથી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઈન્સ્પેક્શન યોજાશે. જેમાં NAACની ટીમ દ્વારા પોતાના ધારાધોરણો મુજબ સુવિધાઓ છે કે કેમ? તે અંગે તપાસ કરીને એક્રેડેશન આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી 3 દિવસ માટે NAACનું ઇન્સ્પેકશન રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ રાજ્યસભામાં 2 સાંસદ સભ્યોનાં મૃત્યુ બાદ ખાલી પડેલી સીટો માટે ચૂંટણી યોજાવાની છે. જેના માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તેમ છતા કોંગ્રેસ દ્વારા એકપણ ઉમેદવાર જાહેર કરાયા નથી.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે જામનગરમાં
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે જામનગરની મુલાકાતે છે. જ્યાં તેઓ વોર્ડ નંબર 12માં રોડ શો યોજશે.
ભાજપના રાજ્ય સભાના ઉમેદવારો આજે ફોર્મ ભરશે
ભાજપના રાજ્ય સભાના ઉમેદવારો આજે ફોર્મ ભરશે રાજ્યસભાની ખાલી પડેલી 2 સીટો માટે ભાજપ દ્વારા દિનેશ પ્રજાપતિ અને રામ મોકરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ. આ બંને ઉમેદવારો ગુજરાત વિધાનસભાના સચિવાલય ખાતે આજે સવારે 10 વાગ્યે નામાંકન દાખલ કરશે. ભાજપનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
પરષોત્તમ રૂપાલા મુન્દ્રામાં જાહેર સભાને કરશે સંબોધન
પરષોત્તમ રૂપાલા મુન્દ્રામાં જાહેર સભાને કરશે સંબોધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલા આજે કચ્છ જિલ્લાની મુલાકાતે છે. જ્યાં તેઓ મુન્દ્રા ખાતે જાહેર સભાને સંબોધશે.
આજથી શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરુ થશે
આજથી શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરુ થશે અંદાજિત એક વર્ષનાં ગાળા બાદ આજથી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ થશે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ થતા છેલ્લા 6 મહિનાથી વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યા હતા.
અમિત શાહ આજથી 2 દિવસ માટે પશ્ચિમ બંગાળનાં પ્રવાસે
અમિત શાહ આજથી 2 દિવસ માટે પશ્ચિમ બંગાળનાં પ્રવાસે કેન્દ્રિય ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીને લઈને આજથી 2 દિવસ માટે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. આજે બપોરે તેઓ પરિવર્તન રથયાત્રાને લીલીઝંડી બતાવી પ્રચાર શરૂ કરાવશે.
બદ્રીનાથ મંદીર આજથી ભક્તો માટે ખુલ્લું મુકાશે
બદ્રીનાથ મંદીર આજથી ભક્તો માટે ખુલ્લું મુકાશે કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી તીર્થક્ષેત્રોના દ્વાર બંધ કરી દેવાયા હતા. જોકે, પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી હોવાથી બદ્રીનાથ મંદીર આજથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.
કૃષિ કાયદાના વિરોધમાં આજે રેલ રોકો આંદોલન
કૃષિ કાયદાના વિરોધમાં આજે રેલ રોકો આંદોલન કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદાઓને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરનાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનનાં ભાગરૂપે આજે ખેડૂતો દ્વારા 'રેલ રોકો આંદોલન' યોજાશે. RPF દ્વારા સંભવિત સ્થળો પર પોલીસ કાફલો તૈનાત કરાયો.
IPL 2021 માટે આજે ખેલાડીઓની હરાજી
IPL 2021 માટે આજે ખેલાડીઓની હરાજી ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 માટે આજે ખેલાડીઓની હરાજી યોજાશે. આ વખતે સૌપ્રથમ વખત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને હરાજીમાં સ્થાન મળ્યું છે.