આજથી અમદાવાદ-મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન ફરી શરૂ
આજથી અમદાવાદ-મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન ફરી શરૂ કોરોનાકાળ દરમ્યાન ઓછા પેસેન્જર મળવાને કારણે અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને બંધ કરાઈ હતી. આ ટ્રેન આજથી પુનઃ શરૂ કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન રૂપાણી આજે વડોદરામાં જાહેર સભાને સંબોધશે
મુખ્યપ્રધાન રૂપાણી આજે વડોદરામાં જાહેર સભાને સંબોધશે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરાના તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરા વિસ્તારમાં ચૂંટણીલક્ષી સભાઓને સંબોધશે.
આજે વસંતપંચમી, રાપરમાં મોરારીબાપૂની રામકથાનો પ્રારંભ
આજે વસંતપંચમી, રાપરમાં મોરારીબાપૂની રામકથાનો પ્રારંભ આજે વસંતપંચમી નિમિત્તે કચ્છ જિલ્લાનાં રાપર તાલુકામાં આવેલા ઐતિહાસિક વ્રજવાણી ગામ ખાતે વાગડમાં મોરારીબાપૂની રામકથાનો પ્રારંભ થશે.
વડાપ્રધાન મોદી આજે તમિલનાડુ અને કેરળની મુલાકાતે
વડાપ્રધાન મોદી આજે તમિલનાડુ અને કેરળની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફ્રેબુઆરીના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નઇ જવા રવાના થશે, જ્યા તેઓ અલગ અલગ પ્રોજેક્ટસની શરૂઆત કરશે.આ દપમિયાન વડાપ્રધાન 11 વાગ્યે એક કાર્યક્રમ દરમિયાન દેશની સેનાને અર્જુન યુદ્ધ ટેન્ક (MK-1A) પણ સોંપશે.
મોટેરા ખાતે રમાનારી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 3જી ટેસ્ટ મેચની ટિકિટોનું આજથી વેચાણ શરૂ
મોટેરા ખાતે રમાનારી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 3જી ટેસ્ટ મેચની ટિકિટોનું આજથી વેચાણ શરૂ વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ અનુક્રમે 24 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ રમાશે. આમાંથી ત્રીજી ટેસ્ટ માટે ટિકિટનું વેચાણ આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
દિલ્હીનાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે સુરતની મુલાકાતે
દિલ્હીનાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે સુરતની મુલાકાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે સુરતની મુલાકાતે આવશે. જ્યાં ચૂંટણીલક્ષી સભાઓ યોજશે. પુલવામા આતંકી હુમલાને આજે 2 વર્ષ પૂર્ણ પુલવામા આતંકી હુમલાને આજે 2 વર્ષ પૂર્ણ 2 વર્ષ અગાઉ આજનાં દિવસે સમગ્ર દેશને હચમચાવી નાંખે તેવી ઘટના બની હતી. પુલવામા ખાતે આર્મીનાં કૉન્વોય પર થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહિદ થયા હતા. આ ઘટનાને 2 વર્ષ પૂર્ણ થતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક ગામમાં આજે સાંજે 7 કલાકે કેન્ડલ માર્ચ યોજવાની જાહેરાત કરી છે.
લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલા આજે રાજસ્થાનની મુલાકાતે
લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલા આજે રાજસ્થાનની મુલાકાતે લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલા આજે રાજસ્થાનનાં જયપુર, ભિલવાડા અને ટોંક જિલ્લાની મુલાકાતે છે. જ્યાં તેઓ જયપુરનાં કોટપુતલીમાં બપોરે અખિલ ભારતીય જાંગીદ બ્રાહ્મણ મહાસભાનાં કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે ધાનક્યા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ સ્થળ ખાતે પ્રવચનમાં ભાગ લેશે.
રાજસ્થાનનાં ભરતપુર ખાતે આજે કિસાન મહાપંચાયતનું આયોજન
રાજસ્થાનનાં ભરતપુર ખાતે આજે કિસાન મહાપંચાયતનું આયોજન કેન્દ્રનાં કૃષિ કાયદાનાં વિરોધમાં રાજસ્થાનનાં ભરતપુર જિલ્લાનાં પિપલા ગામ ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય લોકદળનાં ઉપાધ્યક્ષ જયંત યૌધરી પણ ઉપસ્થિત રહેશે.
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો આજે જન્મ દિવસ
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો આજે જન્મ દિવસ ભારતનાં પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં સિનિયર નેતા સુષ્મા સ્વરાજનો આજે જન્મ દિવસ છે. પોતાના કાર્યકાળ દરમ્યાન વિદેશમાં રહેતા ભારતીયોને ઝડપથી મદદ કરવા માટે તેઓ જાણીતા હતા. જેના કારણે તેમને 'લોકોનાં મિનિસ્ટર'નું હુલામણું નામ આપવામાં આવ્યું હતું.