- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગરની બેઠક યોજાશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગરની બેઠક યોજાશે
નજીકના ભવિષ્યમાં જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આવા સમયે દરેક મહાનગરો અને જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે- તે જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રમુખની ઉપસ્થિતિ હેઠળ બૃહદ સંકલન સમિતિની બેઠક યોજાઇ ગઇ છે અને આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
2.વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વ-ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનનાં શતાબ્દી ઉજવણીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.
3.નવા કૃષિ કાયદાને રદ કરાવવા માટે રાહુલ ગાંઘીની આગેવાનીમાં 2 કરોડ હસ્તાક્ષરો વાળું નિવેદન કોંગ્રેસ નેતા રાષ્ટ્રપતિને સોંપશે
નવા કૃષિ કાયદાને રદ કરાવવા માટે રાહુલ ગાંઘીની આગેવાનીમાં 2 કરોડ હસ્તાક્ષરો વાળું નિવેદન કોંગ્રેસ નેતા રાષ્ટ્રપતિને સોંપશે આજે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ 2 કરોડ હસ્તાક્ષર વાળા સ્મૃતિ પત્રને રાષ્ટ્રપતિને સોપશે અને ત્રણ કાયદાને કરવાની માંગ કરશે. આપને જણાવી દઈએ કે, કૃષિ વિરોધી કાયદાને લઈ ચાલી રહેલા સતત વિરોધને આગળ વધારવા અને મજબુત કરવા માટે કોંગ્રેસના કાયદા વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હસ્તાક્ષર અભિયાન શરુ કર્યું હતુ.
4.કર્ણાટકમાં આજ થી 1 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફયૂ શરુ
કર્ણાટકમાં આજ થી 1 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફયૂ શરુ કર્ણાટક સરકારે કોવિડ-19ના સંક્રમણને કાબુમાં લેવા માટે આજથી 1 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફિયું લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સ્વાસ્થય પ્રધાનના સુધાકરે કોવિડ-19 માટે રાજ્યની તકનીકી સલાહકાર સમિતીના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી હતી.
5.કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 29મો દિવસ
કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 29મો દિવસ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 29મો દિવસ છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે અડગ છે.આંદોલન કરી રહેલા ખેડૂતો બપોરે 12 વાગ્યે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરશે.
6.મુંબઈને માલે સાથે જોડાશે સ્પાઈસજેટ
મુંબઈને માલે સાથે જોડાશે સ્પાઈસજેટ મુંબઈ અને માલદીવની રાજધાની માલે વચ્ચે સ્પાઈસજેટ કંપની સીધી વિમાન સેવા આજથી શરુ થશે. આ ઉડાનનું પરિસંચાલન ભારત અને માલદીવ વચ્ચે થયેલા બબલ એગ્રીમેન્ટ હેઠળ હશે. માલેથી મુંબઈ આવનારી ફ્લાઈટની ટિકીટની કિંમત 9501 રુપિયા અને મુંબઈથી માલે જનારી ફ્લાઈટની કિંમત 9012 રુપિયા છે.
7.આજ રાત્રથી શરુ થશે ક્રિસમસની ધુમ
આજ રાત્રથી શરુ થશે ક્રિસમસની ધુમ 25 ડિસેમ્બરના પ્રભુ યીશૂના જન્મદિનનું સેલીબ્રેશન આજ રાત્રિથી જ શરુ થઈ જશે. આજે રાત્રથી જ તમામ ચર્ચોમાં ઓછી સંખ્યામાં લોકોને એકઠા થવાની મંજુરી છે. કોરોના ને કારણે આ વખતે લોકો ઘરમાં જ ક્રિસમસનું સેલીબ્રેશન કરવાનું પડશે.
8.ભારતમાં આજે રિલીઝ થશે વંડર વૂમેન 1984
ભારતમાં આજે રિલીઝ થશે વંડર વૂમેન 1984 હૉલીવુડ અભિનેત્રી ગૈલ ગદોત ફિલ્મ વંડર વુમેન 1984 આજે ભારતમાં રિલીઝ થશે. વંડર વુમેન ફિલ્મ હિટ થયા બાદ હોલીવુડ અભિનેત્રી ગૈલ ગદોત ફિલ્મ વંડર વૂમેન 1984માં એક નવી કહાની અને એક્શનથી ભરપુર સીક્વન્સની સાથે જોવા મળશે.
9.અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં BCCIની બેઠક
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં BCCIની બેઠક અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં BCCIની વાર્ષિક બેઠક યોજાશે. બેઠકમાં 2 નવી આઈપીએલ ટીમોને સામેલ કરવાને લઈ નિર્ણય લઈ શકે છે. બેઠકમાં વાર્ષિક ટૂર્નામેન્ટોના ટેક્સથી છુટની BCCIની માંગ અને અલગ-અલગ ક્રિકેટ સમિતીઓના ગઠન પર નિર્ણય લઈ શકે છે.
10.દિલ્હીમાં આજે ખુલશે ગૌતમ ગંભીરની જન રસોઈ
દિલ્હીમાં આજે ખુલશે ગૌતમ ગંભીરની જન રસોઈ ભાજપ સાંસદ ગૌતમ ગંભીરના પ્રયાસોથી આજે દિલ્હીમાં જન રસોઈ ખુલવા જઈ રહ્યું છે. ગૌતમ ગંભીર આજે ખુદ આ જન રસોઈનું ઓપનિંગ કરશે. આપને જણાવી દઈએ કે, આ રસોઈ માત્ર એક રુપિયામાં ભરપેટ જમવાનું મળશે. ગંભીરની યોજના દિલ્હીની બધી જ 70 વિધાનસભા વિસ્તારોમાં જન રસોઈ ખોલવાની છે.