ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY
NEWS TODAY

By

Published : Jun 17, 2021, 7:10 AM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લિકવિડ ઓક્સિજન ટેન્કનું ઇ-લોકાર્પણ
    મુખ્યપ્રધાન વિજય રૂપાણી

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાના લક્ષ્ય સાથે SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે નિર્માણ પામેલ 13 હજાર લીટર લિકવિડ ઓક્સિજન ટેન્કનું ઇ-લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થશે.

  • હેમંત સોરેન, સોનિયા ગાંધી અને કેન્દ્રીય પ્રધાનોની મુલાકાત
    ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, સોનિયા ગાંધી અને કેન્દ્રીય પ્રધાનોની દિલ્હીમાં મુલાકાત કરશે.

  • ન્યુમોનિયાથી બચાવવા માટે રસી PCVની ઝારખંડમાં શરૂઆત
    આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તા

ઝારખંડમાં આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તા નવજાત શિશુઓને ન્યુમોનિયાથી બચાવવા માટે રસી PCVની ઝારખંડમાં શરૂઆત કરશે.

  • રૂપા તિર્કીના મૃત્યુ કેસની CBI તપાસની માંગની સુનાવણી હાઇકોર્ટમાં
    CBI

ઝારખંડના સુપ્રસિદ્ધ રૂપા તિર્કીની શંકાસ્પદ મૃત્યુ કેસની CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી હાઇકોર્ટમાં થઈ શકે છે.

  • અરૂણસિંહની ધારાસભ્ય સાથે બેઠક
    અરૂણસિંહ

અરૂણસિંહ આજે ગુરૂવારે ધારાસભ્ય સાથે વન ટુ વન બેઠક કરશે.

  • બાર અને બેવરેજ જેવા આઉટલેટ ખુલશે
    કેરલામાં બાર અને બેવરેજ જેવા આઉટલેટ

કેરલામાં બાર અને બેવરેજ જેવા આઉટલેટ આજે ગુરૂવારથી ખુલવા જઇ રહ્યા છે.

  • સ્ટાલીન વડાપ્રધાન મોદીને મળવા જશે
    મિલનાડુના મુખ્યપ્રધાન સ્ટેલીન

તમિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલીન વડાપ્રધાન મોદીને મળવા આજે સવારે 10.30 સવારે જશે

  • રાજનાથ સિંહ આસામની મુલાકાતે
    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે આસામની મુલાકાત લેશે. BRO દ્વારા બનાવવામાં આવેલા 12 રસ્તાઓનું ઉદ્ઘાટન કરશે.

  • રાજધાનીમાં પર્યટક સ્થળો ખુલશે, અઠવાડિયામાં પાંચ દિવસ જઇ શકાશે
    રાજધાનીમાં સ્થિત ઐતિહાસિક ધરોહર

ગુરુવારથી પ્રવાસીઓ રાજધાનીમાં સ્થિત ઐતિહાસિક ધરોહરને જોઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશ બુધવારે મોડી રાત્રે તેના આદેશ જારી કર્યા છે.

  • દિવ્યાંગ માટે આજે 17મી જૂને રસીકરણ શિબિર યોજાશે
    રસીકરણ શિબિર

હિમાચલપ્રદેશના સોલન જિલ્લામાં કોરોના મહામારીનેે રોકવા માટે જુન આજના ​​રોજ જુદી-જુદી રીતે સક્ષમ લોકોના રસીકરણ માટે વિશેષ અભિયાન યોજવામાં આવશે. મુખ્ય તબીબી અધિકારી ડૉ. રાજન ઉપ્પલે માહિતી આપી હતી કે, આ વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લાના છ કેન્દ્રો પર આજે જૂને દિવ્યાંગોનું રસીકરણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details