ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

news-today-15-june
એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

By

Published : Jun 15, 2021, 7:40 AM IST

ગુજરાત રાજ્યમાં આજ મંગળવારથી લવ જિહાદ કાયદો લાગુ

ગુજરાત રાજ્યમાં આજ 15 જૂનથી લવ જિહાદ કાયદો લાગુ થશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી છે. લવ જિહાદ કાયદા અંતર્ગત છેતરપિંડી કરી લગ્ન બાદ જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવા બાબતે 10 વર્ષની સજા ફરમાવવામાં આવશે.

લવ જિહાદ

ગાંધીનગર ખાતે આજે મંગળવારે ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે

આ બેઠકમાં કોરોનાની બીજી લહેરમાં સરકારના વિકાસ મોડેલ પર લાગેલા ડાઘોને કેવી રીતે દૂર કરવા તેમજ 2022ની વિધાનસભાની ચૂંટણી માટે કોરોનામાં જનતામાં ફેલાયેલા અવિશ્વાસને લઈ વિશ્વાસ કેવી રીતે ફરીથી મેળવવો આ મુદ્દાઓ પર ચર્ચા થશે.

ગુજરાત વિધાનસભા

ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોના સુઓમોટો સુનાવણી, રાજ્ય સરકારે રજૂ કર્યું સોગંદનામુ

ગુજરાત હાઇકોર્ટમાં આજે મંગળવારે કોરોના સુઓમોટોની સુનાવણી હાથ ધરાશે. સોમવારે રોજ રાજ્ય સરકારે નામદાર હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંધનામામાં રાજ્ય સરકારે 13 જૂન સુધીમાં 2,02,64,893 લોકોને વેક્સિન અપાઈ હોવાનો દાવો પણ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટ

ભાજપ પ્રભારી આજે મંગળવારે ભૂપેન્દ્ર યાદવ આવશે અમદાવાદ

ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ આવશે, મંગળવારે સાંજે 4.30 કલાકે વિધાનસભા સંકુલમાં 112 ધારાસભ્યો સાથે બેઠક કરશે.

ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ

હરિયાણાના ગુરૂગ્રામમાં આજથી શરુ થશે સીરો સર્વે

હરિયાણામાં ફરી એક વાર સીરો સર્વે શરુ કરવામાં આવશે. રાજ્યના ગૃહ અને સ્વાસ્થય પ્રધાન અનિલ વિજે આજ 15 જૂનથી રાજ્યમાં ફરીથી સ્વાસ્થય વિભાગ દ્વારા સીરો સર્વે શરુ કરવાનું જણાવ્યુ હતુ. આ વખતે સીરો સર્વેમાં 6 વર્ષથી ઉપરના વર્ષના બાળકોથી શરુ કરવામાં આવશે.

અનિલ વિજે

યમુના એક્સપ્રેસ વે પર સફર કરનારા લોકો માટે સારા સમાચાર, આજથી લાગુ થશે ફાસ્ટૈગ

યમુના એક્સપ્રેસ વે પર ફાસ્ટૈગ ટ્રાયલ આજ મંગળવારથી શરૂ થશે. ટ્રાયલ સફળ થયા પછી ત્રણેય ટોલ પ્લાઝા પર આવતી જતી બે લેનમાં FASTagની સુવિધા શરૂ થશે. આ ટ્રાયલ એક્સપ્રેસ વેનું સંચાલન કરતી કંપનીના અધિકારીઓની દેખરેખ હેઠળ થશે.

યમુના એક્સપ્રેસ વે

સોનાની ખરીદીમાં અટકશે છેતરપિંડી, જ્વેલરી ઉપર હોલમાર્કિંગ બનશે ફરજિયાત

આજ મંગળવારથી દરેક પ્રકારની જ્વેલરી ઉપર હોલમાર્કિંગ ફરજિયાત બનશે, સોનાની ખરીદીમાં છેતરપિંડી અટકશે.

જ્વેલરી ઉપર હોલમાર્કિંગ

દિલ્હી એઇમ્સમાં મંગળવારથી બાળકોમાં કોવેકસીનનાં પરીક્ષણ માટે નોંધણી શરૂ

દિલ્હી એઇમ્સમાં આજે મંગળવારથી 6 થી 12 વર્ષની વય જૂથનાં બાળકોમાં કોવેકસીનનાં પરીક્ષણ માટે નોંધણી શરૂ થાય છે. આ પછી 2 થી 6 વર્ષની વય જૂથનાં બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવશે.

બાળકોમાં કોવેકસીન

ટીમ ઈન્ડિયા WTCની ફાઇનલ બાદ આજે પણ પ્રેક્ટિસ કરશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ 18-22 જૂન દરમિયાન સાઉધમ્પ્ટનમાં રમાશે. ટીમ ઇન્ડિયા ખિતાબી મેચ માટે જ સાઉધમ્પ્ટનમાં પ્રેક્ટિસ કરી રહી છે. તે ઇન્ટ્રા-સ્કવોડ મેચ રમી રહી છે. એક ટીમની કપ્તાન વિરાટ કોહલી કરી રહ્યા છે અને બીજી ટીમની કમાન્ડ કે.એલ. રાહુલ કરી રહ્યા છે.

ટીમ ઈન્ડિયા WTC

ફિલ્મ નિર્દેશક શરત કટારિયાનો આજે જન્મદિવસ

ફિલ્મ નિર્દેશક શરત કટારિયાનો આજે જન્મદિવસ છે. શરત કટારિયાએ એક ભારતીય ફિલ્મ નિર્દેશક અને પટકથા છે. શરત કટારિયાનો જન્મ 15 જૂન 1978 માં નવી દિલ્હીમાં થયો હતો.

શરત કટારિયા

ABOUT THE AUTHOR

...view details