ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપુરામાં હિંસા અને મસ્જિદમાં તોડફોડના અહેવાલો અફવા : ગૃહ મંત્રાલય - મસ્જિદમાં તોડફોડ

ત્રિપુરાના ગોમતી જિલ્લામાં મસ્જિદને નુકસાન અને તોડફોડ (TRIPURA MOSQUE VANDALIZATION ) અંગે સોશિયલ મીડિયા (Fake Social Media Posts) પર નકલી માહિતી ફેલાવવામાં આવી રહી છે. હકીકતો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ (Union Home Ministry) લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

ત્રિપુરામાં હિંસા અને મસ્જિદમાં તોડફોડના અહેવાલો અફવા
ત્રિપુરામાં હિંસા અને મસ્જિદમાં તોડફોડના અહેવાલો અફવા

By

Published : Nov 14, 2021, 9:14 AM IST

  • ત્રિપુરામાં બનેલી ઘટનાઓને લઈને ગૃહ મંત્રાલયે આપ્યું નિવેદન
  • સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો નકલી હોવાનો સરકારનો દાવો
  • નકલી સમાચારોથી ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં : ગૃહ મંત્રાલય

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ (Union Home Ministry) શનિવારે કહ્યું હતું કે, ત્રિપુરામાં મસ્જિદને નુકસાન અને તોડફોડ (TRIPURA MOSQUE VANDALIZATION ) અંગે સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો નકલી અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં આક્ષેપ

મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, ત્રિપુરામાં આવી કોઈ ઘટનામાં સાધારણ, ગંભીર ઈજા અથવા બળાત્કાર કે મૃત્યુના કોઈ અહેવાલ મળ્યા નથી, જેમ કે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં (Fake Social Media Posts) આક્ષેપ કરવામાં આવ્યો છે.

મસ્જિદને નુકસાન થયું નથી

ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ત્રિપુરામાં તાજેતરના ભૂતકાળમાં કોઈ મસ્જિદના માળખાને નુકસાન થયું હોવાનો કોઈ કેસ નોંધાયો નથી અને લોકોએ શાંત રહેવું જોઈએ અને આવા નકલી સમાચારોથી ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં. એવા અહેવાલો ફેલાવવામાં આવ્યા છે કે, ત્રિપુરાના ગોમતી જિલ્લાના કાકરાબન વિસ્તારમાં એક મસ્જિદને નુકસાન થયું છે, આ અહેવાલો નકલી અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. કાકરાબનના દરગાબજાર વિસ્તારમાં મસ્જિદને કોઈ નુકસાન થયું નથી અને ગોમતી જિલ્લામાં ત્રિપુરા પોલીસ શાંતિ જાળવવા માટે કામ કરી રહી છે.

બનાવટી સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે

ગૃહ મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રિપુરા વિશેના બનાવટી સમાચારોના આધારે શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના હેતુથી હિંસા અને વાંધાજનક રેટરિકના અહેવાલો આવ્યા છે. તેથી કોઈપણ ભોગે શાંતિ જાળવી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં બનેલી ઘટનાઓના વિરોધમાં શુક્રવારે મુસ્લિમ સંગઠનોની રેલીઓને પગલે મહારાષ્ટ્રના ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details