ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વરસાદને કારણે ઋષિકેશ-ગંગોત્રી National Highway-94 પર નવા બનેલા રોડને નુકશાન - National Highway-94

ઋષિકેશ-ગંગોત્રી National Highway-94 ભારે વરસાદને કારણે ચંબામાં બનેલા નવા રસ્તાને નુકસાન થતા બંધ થઇ ગયો છે. પહાડી વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર પણ વધી રહ્યું છે.

ઋષિકેશ-ગંગોત્રી National Highway-94
ઋષિકેશ-ગંગોત્રી National Highway-94

By

Published : Jun 20, 2021, 1:00 PM IST

  • National Highway-94ના ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થવાથી બંદ થયો
  • નુકસાન થયેલા આ રસ્તે તેના બાંધકામ પર પ્રશ્નો ઉભા કર્યા
  • રાજ્યના ઘણા કનેક્ટિવિટી રસ્તાઓ અવરોધિત થયા

ટિહરી(ઉત્તરાખંડ) : ઋષિકેશ-ગંગોત્રી National Highway-94ના ચંબામાં ચારધામ પ્રોજેક્ટ હેઠળ બનાવાયેલા નવા રસ્તાને નુકસાન થવાને કારણે બંધ થઇ ગયો છે. ભારે વરસાદને કારણે નુકસાન થયેલા આ રસ્તે તેના બાંધકામ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

BRBOને હાઇવેની ખોટ વહેલી તકે પૂરી કરવા નિર્દેશ આપ્યો

આ ઘટનાની નોંધ લઈને ટિહરીના એસડીએમએ BRBOને હાઇવેની ખોટ વહેલી તકે પૂરી કરવા નિર્દેશ આપ્યો છે, જેથી અવન-જવન ફરી શરૂ થઈ શકે છે.

નદીઓના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો

છેલ્લા દિવસથી ઉત્તરાખંડમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી અને નાળાઓ વહેણમાં છે. આ સાથે ઘણી નદીઓના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ સમયે રાજ્યના ઘણા કનેક્ટિવિટી રસ્તાઓ અવરોધિત થયા છે.

આ પણ વાંચો : સતત વરસાદના કારણે ઋષિકેશમાં ગંગાનું જળસ્તર સતત વધ્યું

હરિદ્વારમાં પણ ગંગા નદીનું જળસ્તર વધી ગયું

ઉલ્લેખનીય છે કે, પહાડી વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર પણ વધી રહ્યું છે. ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર જોખમના નિશાન પર પહોંચી ગયું છે, જેને જોતા જિલ્લા તંત્રએ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધી છે. હરિદ્વારમાં પણ ગંગા નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે.

આ પણ વાંચો : Monsoon Alert : ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ પૂરની સ્થિતી, પ્રસાશન એલર્ટ

શારદા નદીના વધતા જળસ્તરને કારણે કેટલાય ગામો પાણીમાં

પહાડો પર સતત મુશળધાર વરસાદ બાદ બનાસબા સ્થિત શારદા બેરેજ પરથી 19 જૂન સવારે શારદા નદીમાં 1 લાખ 69 હજાર 816, બપોરે એક લાખ 91 હજાર અને 2 લાખ 37 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના લીધે પીલીભીત જિલ્લામાં મોડી રાત સુધીમાં.કે રાહુલનગર અને ટ્રાંસ શારદા વિસ્તારના ગામોમાં પાણી ભરાયા છે. પૂરની સંભાવનાને લઈને પોલીસ અને વહીવટી અધિકારીઓને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, ભારે વરસાદથી તબાહીમાં 3ના મોત, 11 લોકો ગુમ

બંગાપાની તહસીલના ગૈલા ટાંગામાં મોડી રાત્રે આભ ફાટ્યું

ગતવર્ષે 2020 જુલાઇ મહિનામાં ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાન થયું હતું. બંગાપાની તહસીલના ગૈલા ટાંગામાં મોડી રાત્રે આભ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 11 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details