ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ તે કેવી ક્રુરતા: દારૂના નશામાં સૂતી રહી માતા, દોઢ મહિનાની બાળકીએ ભૂખથી તોડ્યો દમ..! - છત્તીસગઢ

છત્તીસગઢના ધમતરીમાં દોઢ મહિનાની એક માસૂમ દૂધ વગર ટળવળીને છેવટે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેની માતા રાતભર દારૂના નશામાં ઉંઘી રહી હતી. તો બીજી તરફ બાળકી રાતભર દૂધ માટે ટળવળતી રહી હતી. સવાર થતાં થતાં બાળકી આ દુનિયા છોડી ચૂકી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકીનું ભૂખને લીધે મૃત્યુ થયું હોવાનું તારણ રજૂ કર્યું છે.

છત્તીસગઢ
છત્તીસગઢ

By

Published : Mar 28, 2021, 9:25 AM IST

  • દારૂના નશામાં સૂતી રહી માતા
  • રાતભર રડી-રડીને દોઢ મહિનાની બાળકીએ તોડ્યો દમ
  • પોલીસે તપાસ હાથ ધરી

છત્તીસગઢ: શહેરના સુંદરગંજ વોર્ડમાંથી એક ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી હતી. જેમાં દોઢ માસની બાળકીનું મૃત્યું ભૂખને કારણે થયું હતુ. બાળકીની માતા નશામાં રાતભર સૂતી રહી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકીનું ભૂખને લીધે મૃત્યુ થયું હોવાનું તારણ રજૂ કર્યું છે.

જાણો શું છે સમગ્ર ઘટના

રાજવીર કૌર નામની મહિલા તેની દોઢ મહિનાની બાળકી સાથે રહેતી હતી. તેણી દારૂનું વ્યસની છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજમીત દરરોજ શરાબ પીવે છે અને શુક્રવારથી તે ખૂબ જ પીતી હતી. સવારે પણ તે દારૂ પીને સૂતી હતી. આ દરમિયાન બાળકી પણ માતા સાથે બાજુમાં હતી. લોકોનું કહેવું છે કે, ભૂખને કારણે બાળકીના મોતની સંભાવના છે. કારણ કે જ્યારે પ્રથમ વખત બાળકી જોવા મળી ત્યારે તે તેની માતાની નજીક હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં કડકડતી ઠંડીમાં મંદિર પાસેથી ત્યજેલી નવજાત બાળકી મળી આવી

બાળકીનું દબાઈ જવાથી મોત થયાંની પણ આશંકા

આ કેસની માહિતી મળતાં કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં પોલીસ બાળકીના દબાવાને કારણે મોતની આશંકા સેવાઈ રહી છે. કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નવનીત પાટીલે બાળકીના મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: મહેસાણામાં નવજાત બાળકીને કડકડતી ઠંડીમા તરછોડી નિર્દય માતા ફરાર

બાળકીનું નામકરણ પણ થયું નહોંતું

પ્રાપ્ત થતી વિગતો મુજબ, જે બાળકીનું મૃત્યું થયું છે તેનું હજુ નામકરણ પણ થયું નહોંતુ. આ પરિવારમાં મહિલા તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. ઘટના બાદ બધા સ્તબ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details