મુંબઈ: નવા વર્ષની ઉજવણી વચ્ચે કોરોનાના વધતા જતા કેસોના વિસ્ફોટને પગલે મુંબઈમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, કલમ-144 લાગુ થવાને કારણે 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી 2022 સુધી જાહેર સ્થળોએ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ ઉપરાંત, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ((Bruhanmumbai Municipal Corporation) ફ્લાઈંગ સ્ક્વોડ (Flying Squad India) ન્યૂ યર પર (New Year Party 2021 Mumabi) થનારા તમામ કાર્યક્રમો અને પાર્ટીઓ પર ખાસ નજર રાખવામાં આવશે.
મુંબઈ પોલીસ એકશન મુડમાં
કોરાનાના વઘતા કેસો વચ્ચે મુંબઈ પોલીસ સફાળી જાગી છે, ત્યારે મુંબઈ પોલીસ દ્વારા મુંબઈના તમામ જાહેર સ્થળો ઉપર 31st પાર્ટીનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન લોકોને રેસ્ટોરન્ટ, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને ક્લબમાં આ તમામ સ્થળો પર નવા વર્ષની ઉજવણી કરવા પર રોક લગાવામાં આવી છે. આ સિવાય કોઈપણ બંધ કે ખુલ્લી જગ્યામાં પાર્ટી કરવા પર પણ મનાય હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસે સ્પષ્ટતા કરી છે કે, કોરોનાના કેસ સતત વધી રહ્યા છે,ત્યારે નવા વર્ષની ઉજવણીમાં ભીડને કારણે સંક્રમણના કેસો વધવાની પૂરેપૂરી સંભાવના છે. આ કેસો પર પૂર્ણવિરામ લગાવા માટે કલમ-144નો ટૂંક સમય માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવા વર્ષની ઉજવણી થતી તમામ જગ્યાઓ ફ્લાઈંગ સ્ક્વોડની નજર હેઠળ
આ ઉપરાંત, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ (BMC) કોરોના ગાઇડલાઇન્સનું (Covid Guidelines) કડકપણે પાલન કરવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ફ્લાઈંગ સ્ક્વોડ નવા વર્ષની ઉજવણી થતી તમામ જગ્યાઓ પર નજર રાખશે.