નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં કેસની સંખ્યા 1,68,063 નવા કેસ(New Cases of Corona) નોંધાયા છે, જે પછી અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 35,875,790 પર પહોંચી ગઈ છે. કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ(Corona and New Variant Omicron) પણ વધી રહ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, કોરોના વાયરસના આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં પાંચ હજારને વટાવી ગઈ છે.
ઓમિક્રોનના પાંચ હજારને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં ઓમિક્રોનના(Omicron in India) કેસ પાંચ હજારને વટાવી ગયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જે 1500ને વટાવી ગયા છે. દેશમાં 24 કલાકમાં વધુ 277 મૃત્યુ નોંધાયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4,84,231 લોકોના મોત થયા છે. તેમજ એક દિવસમાં સક્રિય કેસ વધીને 97827(Active Cases of Corona in India) થઈ ગયા છે, ત્યારબાદ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 821446 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 34570131 દર્દીઓ ચેપમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
કોરોના સંક્રમણને કારણે 30 ટકા લોકો મુત્યૃ પામ્યા છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. આ આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના(ICMR) ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રસીકરણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 92,07,700 રસી આપવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ(Vaccination Campaign India) અત્યાર સુધીમાં 1,52,89,70,294 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.