હૈદરાબાદ: Whatsappના ગ્રુપ એડમિન (whatsapp group admin) ટૂંક સમયમાં પાવરફુલ થઈ જશે.WhatsAppબીટા ટ્રેકર WABetaInfo અનુસાર કંપનીએ તેના બીટા વર્ઝનને 2.22.1.1 પર અપડેટ કર્યું છે. આ અંતર્ગત ગ્રુપ એડમિનને કોઈપણ મેમ્બર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા મેસેજ ડિલીટ (whatsapp message delete) કરવાનો અધિકાર મળશે. એડમિન તરફથી મેસેજ ડિલીટ કર્યા બાદ તેનું નોટિફિકેશન ગ્રુપ સ્ક્રીન પર પણ દેખાશે કે આ મેસેજ એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યો છે. તેની ટ્રાયલ અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં આ સુવિધા ગ્રાહકોને આપવામાં આવશે. ફીચરમાં નવા અપડેટ (New Update In WhatsApp) સાથે કેમેરાનું ઈન્ટરફેસ પણ બદલાઈ જશે.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે શું આદેશ આપ્યો હતો?
ઘણીવાર વોટ્સએપગ્રુપમાં અશ્લીલ મેસેજ કે ખોટા મેસેજ મોકલવાની ફરિયાદો આવતી હોય છે. અત્યાર સુધીના નિયમો અનુસાર ગ્રુપમાં પોસ્ટ કરનાર જ મેસેજ ડિલીટ કરી શકે છે. ઘણી વખત આવા મામલા કોર્ટમાં પહોંચ્યા. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે (bombay high court on whatsapp group) આદેશ આપ્યો હતો કે, ગ્રુપમાં કોઈપણ ખોટા મેસેજ માટે એડમિન જવાબદાર નથી.
વોટ્સએપનું લેટેસ્ટ એન્ડ્રોઈડ બીટા 2.22.1.2 રિલીઝ