નવી દિલ્હીઃ બપોરના સમયે 12 વાગ્યાથી બીજા તબક્કાની શરૂઆત થશે. જેની શરૂઆતમાં રાષ્ટ્રગીત ગવાશે. એ પછી સમગ્ર પ્રસંગને અનુરૂપ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ રાજ્યસભાના ઉપસભાપતિ વાંચશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ભાષણ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે ખાસ સિક્કો અને સીલ જાહેર કરીને દેશવાસીઓને સમર્પિત કરશે. નાણામંત્રાલય તરફથી 75 રૂપિયાનો સિક્કો ડિઝાઈન કરવામાં આવ્યો છે. નવી સંસદના નિર્માણમાં દેશના મોટાભાગના રાજ્યોમાંથી લાવવામાં આવેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ક્યાંથી શું આવ્યુંઃઆમાં મહારાષ્ટ્રના નાગપુરથી લાવેલા સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સરમથુરાથી લાવવામાં આવેલ સેન્ડસ્ટોન લગાવવામાં આવ્યા છે. આ પથ્થરનો ઉપયોગ લાલ કિલ્લા અને હુમાયુના મકબરામાં કરવામાં આવ્યો હતો. યુપીના મિર્ઝાપુરથી લાવેલી કાર્પેટ બિછાવી દેવામાં આવી છે. ત્રિપુરામાંથી મળેલા વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના રાજનગર અને યુપીના નોઈડામાંથી પથ્થર બનાવટી કામો મંગાવવામાં આવ્યા છે. નવી સંસદમાં સ્થાપિત રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભમાં વપરાયેલી વસ્તુઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવી હતી. સંસદ માટે તૈયાર કરવામાં આવેલી ખાસ પ્રકારની ઈંટ ઉત્તર પ્રદેશથી આવી છે.