- ઈન્કમટેક્સ રિટર્નનું નવું પોર્ટલ 7 જૂનના રોજ થશે લોન્ચ
- ITR ફાઈલ કરવા માટેનું આયકર વિભાગનું નવું પોર્ટલ બીજી અનેક સુવિધા લઈને આવશે
- ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપી થશે
નવી દિલ્હી: Income Tax Return Filing New Portal આવકવેરા ભરનારા (Income Tax payers)ના ટેક્સ રિટર્ન ફાઈલ (ITR File) ની સુવિધા વઘારનારા ઈ- ફાઈલિંગ પોર્ટલ (E Filing Portal) 7 જૂનના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: RBIની MPCની સમીક્ષા પૂર્ણ, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.5 ટકા યથાવત
ITR ફાઈલ કરવા માટેનું આયકર વિભાગનું નવું પોર્ટલ બીજી અનેક સુવિધા લઈને આવશે
નાણા મંત્રાલયનું કહેવું છે કે, ITR ફાઈલ કરવા માટેનું આયકર વિભાગનું નવું પોર્ટલ બીજી અનેક સુવિધા લઈને આવશે. આમાં કેટલાયે નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. જે લોકો પણ પોતાની રીતે રિટર્ન ફાઈલ નથી કરી શકતા તેમના માટે નિશુલ્ક ITR પ્રપેયશન ઈન્ટરેક્ટિવ સોફ્ટવેર (ITR Preparation Interactive Software) હશે, જે તેઓને રિટર્ન ફાઈલ કરવા માટેની વિગતો સમજાવશે. તેને ઈ-ફાઈલિંગ 2.0 (E Filing 2.0) નામ આપવામાં આવ્યું છે.