- કોરોનાએ બદલ્યું કંપનીઓનું વર્કમૉડલ
- સમગ્ર વિશ્વમાં આવી રહ્યાં છે નવી કાર્યપદ્ધતિઓ
- આ મોડેલ્સ પ્રતિભાઓની પ્રાપ્યતાને સરળ બનાવે છે
ન્યૂઝ ડેસ્ક: કોરોના મહામારીએ The COVID-19 2020 દરમિયાન વૈશ્વિક સ્તરે જોબ માર્કેટને છિન્ન-ભિન્ન કરી નાંખ્યું હતું. લાખો લોકોએ નોકરી ગુમાવી દીધી અને અન્ય લોકો ઓફિસો બંધ હોવાથી ઘરે રહીને કામ કરવા માટે ટેવાઇ ગયા. આ સ્થિતિમાં વધુ પ્રમાણમાં ભૌતિક સંપર્ક રહેતો હોય, તેવી જોબ્ઝ સૌથી વધુ પ્રભાવિત થાય, તેવી શક્યતા રહેલી છે. અત્યારે મહામારીના સમયમાં આશરે 25 ટકા વર્તમાન વૈશ્વિક કાર્યબળે અગાઉના સમયમાં કદી ન બન્યું હોય, તેટલા પ્રમાણમાં તેમના વ્યવસાયો બદલવા પડે, તેવી સ્થિતિ સર્જાઇ છે. આ પરિસ્થિતિને કારણે નવી ટેકનોલોજી અપનાવવાનું વલણ વધ્યું છે, જેના પરિણામે ઓટોમેશન, ડિજિટલ ટેકનોલોજી, ડેટા સિક્યોરિટી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સાથે સંબંધિત જોબ્ઝ, કારકિર્દી અને ભૂમિકાઓ માટેની માગમાં વધારો નોંધાયો છે. કામગીરીના ભાવિ માટે તકનીકી કૌશલ્યો, વિશિષ્ટીકૃત ઔદ્યોગિક કૌશલ્યો અને મહત્વપૂર્ણ વ્યાવસાયિક કૌશલ્યો સહિત વર્તમાન પડકારો સાથે સુસંગત હોય, તેવાં કૌશલ્યોની વ્યાપક સ્તરની વિવિધતાની જરૂર પડે છે. સમગ્ર વિશ્વમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, જે રીતે આપણે કામ કર્યું, શિક્ષણ મેળવ્યું, ખરીદી કરી, જે રીતે આપણે સોશ્યલાઇઝ થયાં અને જે રીતે મનોરંજન મેળવ્યું, તે પદ્ધતિ કદાચ ભવિષ્યમાં પણ જારી રહેશે.
આ મહામારી સમગ્ર વિશ્વમાં વર્ક ફ્રોમ હોમ, ઇ-કોમર્સ, વર્ચ્યુઅલ મિટિંગ, ઓનલાઇન શિક્ષણ અને ઓટોમેશન જેવા નવા પ્રવાહો લઇને આવી છે. ઘણી કંપનીઓ ‘રિમોટ’ અને ‘ઓન-સાઇટ’ વર્કિંગના નવા સંયોજનનું આયોજન કરી રહી છે. આ એક હાઇબ્રિડ વર્ચ્યુઅલ મોડેલ છે, જેમાં કેટલાક કર્મચારીઓ ઓફિસ સંકુલમાં હોય છે, જ્યારે અન્ય કર્મચારીઓ ઘરેથી કામ કરતા હોય છે. આ નવું મોડેલ પ્રતિભાઓની પ્રાપ્યતાને સરળ બનાવે છે, તેના કારણે ઉત્પાદકતા વધે છે, નાની ટીમો કાર્યરત થાય છે, ખર્ચનું પ્રમાણ ઘટે છે તથા સ્થિતિસ્થાપકતા વધે છે. ઉદાહરણસ્વરૂપે, ‘નેચર’ મેગેઝિનને તાજેતરમાં હાથ ધરેલા એક સર્વે અનુસાર, હવે વિશ્વભરના વિજ્ઞાનીઓ કોરોના મહામારી બાદ પણ વર્ચ્યુઅલ મિટિંગ યોજાવાનું ચલણ યથાવત્ રહે, તેમ ઇચ્છે છે.
‘કોવિડ-19 બાદ કાર્યનું ભવિષ્ય’ તે વિષય પરના મેકિન્ઝીના તાજેતરના એક અહેવાલ મુજબ, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, સ્પેન, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા આઠ દેશોમાં 100 મિલિયન કરતાં વધુ વર્કર્સને અથવા તો પ્રત્યેક 16માંથી એક વર્કરને 2030 સુધીમાં અલગ વ્યવસાય શોધવાની ફરજ પડશે. આ આઠેય દેશો વિશ્વની કુલ પૈકીની લગભગ અડધો-અડધ વસ્તી ધરાવે છે અને વૈશ્વિક GDPમાં તેમનું પ્રમાણ 62 ટકા છે. કોવિડ-19 મહામારીને કારણે 1.8 કરોડ ભારતીયોને 2030 સુધીમાં નવો વ્યવસાય શોધવાની ફરજ પડશે, તેમ મેકિન્ઝીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
વધુ વાંચો:નાનાં એકમોને પ્રોત્સાહનની જરૂર છે
ઘણી કંપનીઓ મહામારી દરમિયાન ‘વર્ક ફ્રોમ હોમ’ના સકારાત્મક અનુભવોને પગલે સ્થિતિસ્થાપક ‘વર્કસ્પેસ’ અપનાવવાનું આયોજન કરી રહી છે. ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં મેકિન્ઝી દ્વારા 278 એક્ઝિક્યુટિવ્ઝનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેના આધારે માલૂમ પડ્યું હતું કે, ઓર્ગેનાઇઝેશન્સ ઓફિસ સ્પેસમાં 30 ટકાનો ઘટાડો કરવાનું આયોજન કરતી હતી. આમ, તેના પરિણામસ્વરૂપે રેસ્ટોરન્ટ્સ અને જાહેર પરિવહન માટેની માગમાં ઘટાડો થઇ શકે છે. મેકિન્ઝીની ટ્રાવેલ પ્રેક્ટિસના અંદાજ અનુસાર, એરલાઇન્સ માટે સૌથી આકર્ષક સેગમેન્ટ એવા બિઝનેસ ટ્રાવેલમાંથી આશરે 20 ટકા બિઝનેસ ટ્રાવેલ રિટર્ન થશે નહીં. તેની અસર એરોસ્પેસ, એરપોર્ટ, હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસિઝ જેવાં ક્ષેત્રોની રોજગારી પર પડશે. બીજી તરફ, ટેલિમેડિસિન, ઓનલાઇન બેન્કિંગ અને સ્ટ્રિમિંગ એન્ટરટેઇનમેન્ટ જેવાં અન્ય પ્રકારનાં વર્ચ્યુઅલ વ્યવહારોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમકે, ભારતમાં કાર્યરત ટેલિ-હેલ્થ કંપની પ્રેક્ટો થકી ઓનલાઇન ડોક્ટર કન્સલ્ટેશન્સમાં એપ્રિલ અને નવેમ્બર, 2020ની વચ્ચેના ગાળામાં દસગણો વધારો નોંધાયો હતો.
2025 સુધીમાં માનવી, મશીન અને અલ્ગોરિધમમાં શ્રમના નવા વિભાગ સાથે સંબંધિત લાખો નવી ભૂમિકાઓ વિકસી શકે છે. આ સિવાય, ડેટા એનાલિસ્ટ્સ, ડેટા સાયન્ટિસ્ટ્સ, AI, મશીન લર્નિંગ સ્પેશ્યાલિસ્ટ્સ અને રોબોટિક્સ એન્જિનીયર્સ જેવી જોબની ભૂમિકાની માગમાં વધારો થવા લાગ્યો છે. ફ્યૂચર ઓફ જોબ્ઝ રિપોર્ટ, 2020 પરની “વર્લ્ડ ઇકોનોમિક ફોરમ” અનુસાર, 2025 સુધીમાં, માનવી અને મશીન વચ્ચે શ્રમના વિભાજનમાં ફેરફારને પગલે 85 જોબ્ઝ વિસ્થાપિત થાય, તેવો અંદાજ છે. આ ઉપરાંત, આ અહેવાલ માર્કેટિંગ, સેલ્સ અને પ્રોડક્શન જેવાં ક્ષેત્રોમાં માનવ ભૂમિકાનું સાતત્યપૂર્ણ મહત્વ પણ દર્શાવે છે.
નવી જોબ્ઝ, ભૂમિકાઓ અને કારકિર્દી
CIO મેગેઝિનમાં જણાવ્યા પ્રમાણે, સિક્યોરિટી પ્રોફેશનલ, ક્લાઉડ આર્કિટેક્ટ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, પ્રોગ્રામર એનાલિસ્ટ, સિસ્ટમ્સ એનાલિસ્ટ, મોબાઇલ એપ્લિકેશન્સ ડેવલપર, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, સોફ્ટવેર ડેવલપર વગેરે જેવી નવી નોકરીઓમાં ઝડપી માગ જોવા મળી રહી છે. 800 કરતાં વધુ HR લિડર્સ પર હાથ ધરવામાં આવેલા ગાર્ટનર સર્વેના આધારે માલૂમ પડ્યું હતું કે, 32 ટકા ઓર્ગેનાઇઝેશન્સ ખર્ચ ઘટાડવાનાં પગલાંસ્વરૂપે ફુલટાઇમ કર્મચારીઓને સ્થાને પ્રાસંગિક વર્કર્સને પ્રાથમિકતા આપી રહ્યાં છે. ગાર્ટનરના તાજેતરના સર્વે અનુસાર, કોરોના મહામારી બાદ આશરે 48 ટકા કર્મચારીઓ ઓફિસથી દૂર રહીને (લગભગ પાર્ટટાઇમ) કામ કરે, તેવી શક્યતા છે, જ્યારે મહામારીના સમયમાં આ પ્રમાણ 30 ટકા જેટલું હતું.
“MIT ટેકનોલોજી રિવ્યૂ” દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના અહેવાલમાં જાણવા મળ્યું હતું કે, “વિશ્વમાં 32થી લઇને 50 મિલિયન જેટલી જોબ્ઝમાં વ્યવસાયમાં માનવ સંપર્કને કારણે ઊભાં થતાં આરોગ્યલક્ષી જોખમો ઘટાડવા માટે AI ટેકનોલોજી દ્વારા મદદરૂપ મળી શકે છે.” 2020માં વૈશ્વિક એક્ઝિક્યુટિવ્ઝના મેકિન્ઝી સર્વેમાં જાણવા મળ્યું હતું કે, મહામારીને કારણે વિવિધ કંપનીઓ ડિજિટલ ટેકનોલોજીમાં રોકાણ કરી રહી છે, જેના કારણે તેઓ ભૌતિક નિકટતા ઘટાડી શકે છે, વ્યવસાય વધારી શકે છે અને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. વાઇરસના પ્રચલનના સમયમાં ગ્રાહક-સેવા સંવાદ માટે અને ચોક્કસ વહીવટી કાર્યો માટે માનવીને મદદ કરવા માટે (અને કેટલીક વખત તેમના વિકલ્પરૂપે) “ડિજિટલ વર્કર્સ” (AI-ઇનેબલ્ડ સોફ્ટવેર પ્રોગ્રામ્સ) જેવા નવા પ્રવાહને મોટાપાયે અપનાવવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલ પણ નવી ભૂમિકા માટેની જરૂરિયાત તરફ પ્રેરી રહી છે.