- રાજસ્થાનના પાલીમાં કોરોનાનું નવુ રૂપ
- લક્ષણો વગરના દર્દીઓ સામે આવતા ડોક્ટર પર આશ્ચર્યચકિત થયા
- આ દર્દીઓનો ફેફસાં પર ખૂબ અસર થઈ રહી છે
રાજસ્થાનઃ રાજ્યના પાલી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. પાડવા માંડી છે. પરંતુ આ વખતે જે દર્દીઓ નોંધાઈ રહ્યા છે તેને જોઈને ડોક્ટર પર આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક તરફ કોરોનાનો ભોગ બન્યા પછી ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ, એવા પણ કેટલાય દર્દીઓ છે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તેઓ સંક્રમણથી જીવલેણ રૂપથી બિમાર પણ જોવા મળે છે. આ કોરોનાના સેંકડો દર્દીઓ પોઝિટિવ તો નથી, પરંતુ તેમના ફેફસાં પર ખૂબ અસર થઈ રહી છે. જેનો રિપોર્ટ તો નેગેટિવ આવ્યો છે. પરંતુ તેના ફેફસામાં ખુબ ગંભીર અસર થઈ રહી છે. ડોકટરોએ તાજેતરમાં બાંગર હોસ્પિટલમાં આવેલા કેટલાંક દર્દીઓના સિટી સ્કેન રિપોર્ટ જોઇને આ ખુલાસો કર્યો છે.
નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ લોકો પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યા છે
ડોક્ટરોએ જણાવ્યું હતું કે, પાલી જિલ્લામાં દરરોજ 1000થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યુો છે. લેબમાં દરરોજ કેટલાય પોઝિટિવ દર્દીઓ પણ આવી રહ્યા છે અને કેટલાય લોકોનો નેગેટિવ રિપોર્ટ પણ આવી રહ્યો છે. નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ લોકો રાહતનો શ્વાસ તો લઈ છે, પરંતુ તે સામાન્ય દેખાતા લોકો પોતાને અસ્વસ્થ અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમનો સીટી સ્કેન અને લોહીની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તેઓમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યાં છે.
તેમના ફેફસા પર ઘણી ગંભીર અસર થઈ રહી છે
ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સેંકડો દર્દીઓ એવા પણ સામે આવ્યા છે, જેઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા નથી. તેમજ તેઓને કોઈપણ પ્રકારનો અન્ય રોગ પણ નથી. જોકે, તેમ છતાં તેમના ફેફસા પર ઘણી ગંભીર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં દરરોજ આ દર્દીઓની તપાસ કરવા માટે ડોકટરોને અને બિજા દર્દીઓને સખત મહેનત કરવી પડે છે.