નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર યથાવત છે. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. સવારે અને સાંજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર ખરાબ અસર પડી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવાર અને શુક્રવારે સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસની સંભાવના છે. જ્યારે ગુરુવારે પ્રદૂષણ પણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાયું છે.
Delhi weather update: દિલ્હીમાં ઠંડી સાથે ધુમ્મસની ધમાલ, ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ
રાજધાની દિલ્હીમાં જ્યાં એક તરફ ઠંડીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે જનજીવનને માઠી અસર પડી રહી છે. અધુરામાં પુરૂ વધતા પ્રદૂષણે પણ દરેકની હાલત ખરાબ કરી દીધી છે. આવો જાણીએ આજે રાજધાનીમાં હવામાન અને પ્રદૂષણની શું સ્થિતિ છે તેના વિશે.
Published : Dec 28, 2023, 10:04 AM IST
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે દિલ્હીમાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે મહત્તમ તાપમાન 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહેવાની ધારણા છે. NCR શહેરોમાં, ગુરુગ્રામમાં 9 ડિગ્રી સેલ્સિયસ, ગાઝિયાબાદમાં 8 ડિગ્રી સેલ્સિયસ, ફરીદાબાદમાં 8 ડિગ્રી સેલ્સિયસ, નોઇડામાં 9 ડિગ્રી સેલ્સિયસ અને ગ્રેટર નોઇડામાં 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં ભેજનું સ્તર 100 ટકા સુધી રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. પવનની ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે.
બીજી તરફ, દિલ્હીમાં ગુરુવારે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 386 નોંધાયો હતો, જે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવે છે. આ સિવાય ફરીદાબાદમાં 337, ગુરુગ્રામમાં 290, ગાઝિયાબાદમાં 364, ગ્રેટર નોઈડામાં 380 અને નોઈડામાં 390 નોંધાયા છે. દિલ્હીના વિસ્તારો પર નજર કરીએ તો આજે ITOમાં 406, સિરી ફોર્ટમાં 410, RK પુરમમાં 408, પંજાબી બાગમાં 406, નેહરુ નગરમાં 438, દ્વારકા સેક્ટર 8માં 411, પટપડગંજમાં 426, ડો.કરણી સિંહ શૂટિંગ રેન્જમાં 408, વિવેક વિહારમાં 407, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં 410, ઓખલા ફેઝ ટુમાં 426, વજીરપુરમાં 424 અને આનંદ વિહારમાં 464 નોંધાયો હતો.