ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિએ 3 અપરાધિક ન્યાય વિધેયકને આપી મંજૂરી, અંગ્રેજકાળના 3 જૂના કાયદા થયા રદ - દેશદ્રોહ

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નવા 3 અપરાધિક ન્યાય વિધેયકોને મંજૂરી આપી દીધી છે. આ વિધેયક પહેલા ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા. નવા કાયદા અંતર્ગત દંડ લગાડવા સાથે કોઈ આરોપીને દોષીત ઠેરવવા માટે મેજિસ્ટ્રેટના પાવર્સ વધારવામાં આવ્યા છે. New Criminal Justice Bill President Draupadi Murmu

રાષ્ટ્રપતિએ 3 અપરાધિક ન્યાય વિધેયકને આપી મંજૂરી
રાષ્ટ્રપતિએ 3 અપરાધિક ન્યાય વિધેયકને આપી મંજૂરી

By PTI

Published : Dec 25, 2023, 10:52 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સંસદ દ્વારા ગયા અઠવાડિયે પ્રાસ્તાવિત કરવામાં આવેલા 3 નવા અપરાધિક ન્યાય વિધેયકોને સોમવારે મંજૂરી આપી દીધી છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદા ઔપનિવેશિક કાળના 3 કાયદા 1872ના જૂના 3 કાયદાઓનું સ્થાન લેશે.

સંસદમાં ત્રણેય કાયદાઓ પર થયેલ ચર્ચાના જવાબમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ત્રણેય વિધેયકોમાં સજાને બદલે ન્યાય પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય આમૂલ પરિવર્તન કરવાનો છે. જેમાં આતંકવાદને નવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. રાજદ્રોહ અપરાધને ખતમ કરીને રાજ્ય વિરુદ્ધ અપરાધ શીર્ષક હેઠળ નવો અધ્યાય જોડવામાં આવ્યો છે.

આ વિધેયક સૌથી પહેલા ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહ મામલો પર સ્થાયી સ્મિતિ દ્વારા અનેક રજૂઆતો બાદ સરકારે વિધેયકોને પરત લેવાનો ફેંસલો કર્યો અને ગયા અઠવાડિયે નવું સંસ્કરણ રજૂ થયું હતું.

શાહે જણાવ્યું હતું કે, આ ત્રણેય વિધેયકો વ્યાપક વિચાર વિમર્શ બાદ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને સદનમાં રજૂ કરતા પહેલા વિધેયકના દરેક અલ્પવિરામ પૂર્ણવિરામ પર અભ્યાસ કરવામાં આવ્યો છે.

ભારતીય ન્યાય સંહિતા અલગાવવાદના કૃત્યો, સશસ્ત્ર વિદ્રોહ, વિધ્વંસક ગતિવિધિઓ, અલગાવવાદી ગતિવિધિઓ અથવા સંપ્રભુતા કે એકતાને ખતરામાં નાખવા જેવા અપરાધોને દેશદ્રોહ કાયદા અંતર્ગત નવા અવતારમાં સૂચિ બદ્ધ કર્યા છે.

કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ જો શબ્દો અથવા સંકતો અથવા ઈલેકટ્રોનિકલી કે નાણાકીય રીતે અલગાવવાદના સશસ્ત્ર વિદ્રોહ અથવા વિધ્વંસક ગતિવિધિઓને ભડકાવશે તો અલગાવવાદી ગતિવિધિઓની ભાવના અથવા સંપ્રભૂતા તેમજ એકતા અને ભારતની અખંડતાને ખતરમાં નાખવા પ્રેરિત કરશે તો આજીવન કેદની સજા થઈ શકે છે. તેમજ દંડ પણ ફટકારવામાં આવશે.

રાજદ્રોહ સાથે સંકળાયેલ ભારતીય દંડ સંહિતાની કલમો 142એ અનુસાર અપરાધમાં સામેલ વ્યક્તિઓને આજીવન કેદની સજા અથવા ત્રણ વર્ષ જેલની સજાનું પ્રાવધાન છે. નવા કાયદા અનુસાર રાજદ્રોહના સ્થાને દેશદ્રોહ શબ્દ લાવવામાં આવ્યો છે.

સાથે જ પહેલીવાર ભારતીય ન્યાય સંહિતામાં આતંકવાદ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતામાં તેને વ્યાખ્યાયિત કરવામાં નહતો આવ્યો. નવા કાયદા અંતર્ગત દંડ લગાડવાની સાથે કોઈ ઘોષિત અપરાધી ઠેરવવાના મેજિસ્ટ્રેટના પાવર્સ વધારવામાં આવ્યા છે.

  1. ગુલામીની માનસિકતા દૂર કરવા મોદી સરકાર પ્રતિબદ્ધઃ અમિત શાહ
  2. સંસદમાં આજે પણ હંગામો થવાની સંભાવના

ABOUT THE AUTHOR

...view details