નવી દિલ્હીઃ રાજધાનની વર્તમાન મુખ્ય સચિવ નરેશકુમાર 30 નવેમ્બરે સેવા નિવૃત્ત થવાના છે. તેમના બાદ દિલ્હીના મુખ્ય સચિવ કોણ બનશે? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. સામાન્ય રીતે મુખ્ય સચિવની નિમણુક મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપ રાજ્યપાલ મળીને નામ નક્કી કરીને અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલે છે. જો કે આ વખતે આવું કંઈ બન્યું નથી.
જો કે સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં કેન્દ્ર સરકાર અને ઉપ રાજ્યપાલને પાંચ અધિકારીઓના નામ નક્કી કરી દિલ્લી સરકારમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ નામોમાંથી દિલ્હી સરકાર મુખ્ય સચિવ તરીકે કોઈ એકની પસંદગી કરી શકે. કોર્ટે 28મી નવેમ્બર સુધી નામ આપવા માટે જણાવ્યું છે. આવામાં દિલ્હી સરકાર તરફથી 29 નવેમ્બરે નવા મુખ્ય સચિવની જાહેરાત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન મુખ્ય સચિવ નરેશકુમારનો કાર્યકાળ આ મહિને પૂરો થવાનો છે. જો કે નરેશકુમાર અત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન સહિત પ્રધાનો પર લાગેલા આરોપોની તપાસ કરી રહ્યા છે. આ મહિનામાં જ દિલ્હી સરકારના એક પ્રધાન આતિશીએ કેજરીવાલને નરેશકુમાર સંબંધી અનેક ગેરરીતીનો રિપોર્ટ મોકલ્યો હતો. જો કે આ રિપોર્ટને ઉપ રાજ્યપાલે પરત મોકલતા સીબીઆઈ અને ઈડી પાસે તપાસ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારને લાગે છે કે કેન્દ્ર સરકાર વર્તમાન મુખ્ય સચિવ નરેશકુમારનો કાર્યકાળ વધારી દેશે. તેથી દિલ્હી સરકારે મુખ્ય સચિવની નિમણુકમાં દિલ્હી સેવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, આપે કોર્ટમાં નિવેદન કર્યુ છે કે મુખ્ય સચિવની નિમણુકમાં દિલ્હી સરકારના સુઝાવને ધ્યાને લેવામાં આવે. નવા કાયદા અનુસાર મુખ્ય સચિવની નિમણુંકનો અધિકાર ઉપ રાજ્યપાલને છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ ઉપ રાજયપાલ અને સરકાર વચ્ચે આજ સુધી કોઈને કોઈ મુદ્દે તકરાર થતી આવી છે. વર્તમાન ઉપ રાજ્યપાલ વી. કે. સક્સેના અગાઉ ઉપ રાજ્યપાલ નજીબ જંગના કાર્યકાળમાં અરવિંદ કેજરીવાલે પ્રથમવાર દિલ્હીના મુખ્ય પ્રધાન પદની શપથ લીધી હતી. તેમની સાથે કેજરીવાલ સરકારની અનેકવાર સંઘર્ષો થતા હતા.
દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને નીતિઓ સંબંધી નિર્ણય લેવાનો હક સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીની સરકારને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉપ રાજ્યપાલને આ મુદ્દે દખલ ન કરવા જણાવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે અધ્યાદેશ પસાર કર્યો અને ટ્રાન્સફર તેમજ પોસ્ટિંગના પાવર ઉપ રાજ્યપાલ પાસે કેન્દ્રીત કરી દીધા. જેને કાયદાનું સ્વરુપ પણ આપવામાં આવ્યું હતું. તેથી જ દિલ્હી સરકારના મુખ્ય પ્રધાન અને ઉપ રાજ્યપાલે નવા મુખ્ય સચિવ કોણ બનશે તેના પર ચર્ચા કરવાને બદલે કેન્દ્ર સરકાર પર નિર્ણયની જવાબદારી સોંપી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હીના ઉપ રાજ્યપાલને નિર્દેશ કર્યો હતો કે જે આઈએએસ અધિકારીઓને મુખ્ય સચિવ પદ માટે સક્ષમ સમજે તેમના નામોની પેનલ બનાવીને મંગળવાર 28 નવેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરે. આ નામોમાંથી એક ઓફિસરની પસંદગી કરીને દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટને જણાવશે કે કોણ મુખ્ય સચિવ બનશે.
1987ની બેચના આઈએએસ અધિકાસી નરેશકુમાર, એપ્રિલ 2022ના રોજ દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નિમણુંક પામ્યા હતા. નિમણુંક બાદ તેઓ એ સમયે લાઈમલાઈટમાં આવ્યા જ્યારે જુલાઈ 2022ના રોજ તેમણે ઉપ રાજ્યપાલ વી. કે. સક્સેનાને દિલ્હી સરકારની નવી લીકર પોલિસીનો સર્ચ રિપોર્ટ ઉપ રાજ્યપાલ વી. કે. સક્સેનાને મોકલી આપ્યો હતો. આ રિપોર્ટમાં અનેક ગેરરીતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ ઉપ રાજ્યપાલે લીકર પોલિસીની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. સીબીઆઈ દ્વારા લીકર પોલિસીની તપાસ બાદ એક ડઝનથી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા. જેમાં પૂર્વ ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પણ સામેલ હતા.
- દિલ્હી સરકાર: CM કેજરીવાલે મુખ્ય સચિવના હોસ્પિટલ કૌભાંડનો રિપોર્ટ એલજીને મોકલ્યો, દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારની વઘી શકે છે મુશ્કેલી
- Delhi News: આપ સરકારના વિજિલન્સ પ્રધાન આતિશીના આરોપો મુદ્દે મુખ્ય સચિવ નરેશકુમારે વેધક સવાલો કર્યા