નવી દિલ્હી :દેશના નવનિયુક્ત CDS નિવૃત્ત લેફ્ટનન્ટ. જનરલ અનિલ ચૌહાણે (New CDS Lieutenant General Anil Chauhan took charge) આજે પદભાર સંભાળી લીધો છે. આ પહેલા તેઓ દિલ્હીના વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને અમર જવાન જ્યોતિ અને વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમની સાથે તેમના પિતા સુરેન્દ્ર સિંહ ચૌહાણ પણ હાજર હતા. અનિલ ચૌહાણને 2 દિવસ પહેલા જ નવા CDS બનાવવામાં આવ્યા છે. જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયાના લગભગ નવ મહિના બાદ તેમને નવા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવા CDS ચૌહાણે કહ્યું, કોઈ પણ યુદ્ધ અને પડકારોનો સામનો સાથે મળીને કરીશું - CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે આજે ચાર્જ સંભાળ્યો
નવા CDS અનિલ ચૌહાણ (New CDS Lt Gen Anil Chauhan) સાથે તેના પિતા સુરેન્દ્રસિંહ ચૌહાણ પણ હતા. અનિલ ચૌહાણને 2 દિવસ પહેલા જ નવા CDS બનાવવામાં આવ્યા છે. જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયાના લગભગ નવ મહિના બાદ તેમને નવા CDS બનાવવામાં આવ્યા છે.
નવા CDS અનિલ ચૌહાણે ચાર્જ સંભાળ્યો, કહ્યું- તમામ પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરશે
નવા CDS અનિલ ચૌહાણે કહ્યું તમામ પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરશું :યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ નિવૃત્ત લે. જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ પદની જવાબદારી નિભાવીને મને ગર્વ છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે હું ત્રણેય સંરક્ષણ દળોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. અમે તમામ પડકારો અને મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરીશું.