ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Nepal Plane Crash: સફર કરવા ગયેલા સ્મશાનઘાટ પણ ન પહોંચ્યા, ભારતીયોની ઓળખ થઈ

યતિ એરલાઈન્સની એક ફ્લાઈટ નેપાળના કાઠમંડુથી પોખરા જઈ રહી હતી એ સમયે ક્રેશ થઈ જતા જીવલેણ અકસ્માત થયો છે. આ ઘટના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. આ વિમાનમાં (Nepal Plane Crash updates) કુલ 68 પ્રવાસીઓ બેઠા હતા. જેમાંથી પાંચ ભારતીયો હતા. આ સિવાય ચાર ક્રુ મેમ્બર્સ પણ હતા. પાંચ ભારતીયોમાંથી ચાર વ્યક્તિઓ ઉત્તર પ્રદેશ રાજ્યના રહેવાસી હતા.

Nepal Plane Crash: સફર કરવા ગયેલા સ્મશાનઘાટ પણ ન પહોંચ્યા, ભારતીયોની ઓળખ થઈ
Nepal Plane Crash: સફર કરવા ગયેલા સ્મશાનઘાટ પણ ન પહોંચ્યા, ભારતીયોની ઓળખ થઈ

By

Published : Jan 16, 2023, 8:19 AM IST

ગાજીપુરઃનેપાળના પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 72 સીટર વિમાન ક્રેશ થઈ જતા અનેક ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 68 મૃતદેહ મળી આવ્યા છે. ઉત્તર પ્રદેશના ગાજીપુરમાંથી પણ ચાર વ્યક્તિઓ નેપાળ ફરવા માટે ગયા હતા. આ જીવલેણ અકસ્માતમાં ગાજીપુરના ચાર વ્યક્તિઓનું મૃત્યું નીપજ્યું છે. મૃતકોમાં 25 વર્ષના અનિલ રાજભર (ચકજૈનબ), 30 વર્ષના સોનું જાયસ્વાલ (ચકનજૈબ જહુરાબાદ), 22 વર્ષના અભિષેક કુશવાહ (ધરવાકલા) અને 25 વર્ષના વિશાલ શર્માનો સમાવેશ થાય છે. જેઓ અલાવલપુરમાં રહેતા હતા. સંજય જાયસ્વાલ નામના વ્યક્તિનું પણ મૃત્યું થયું છે પણ એના વિશે કોઈ પ્રકારની જાણકારી મળી નથી.

આ પણ વાંચોઃ Passenger plane crashes: નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, ATR-72 પેસેન્જર પ્લેન પોખરા પાસે ક્રેશ

ક્લેક્ટરની સ્પષ્ટતાઃ ગાજીપુરના ક્લેક્ટર આર્યકા અઘોરીએ જણાવ્યું કે ચારેય યુવાન હતા અને નજીકના મિત્રો હતા. ચારેય નેપાળ ફરવા ગયા હતા. અકસ્માતની જાણ ચારેય યુવકોના પરિવારજનોને આપવામાં આવી છે. કાઠમંડુથી નેપાળના પોખરા જઈ રહેલી યેતી એરલાઈન્સની ફ્લાઈટ ATR-27 રવિવારે સવારે પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થઈ ગઈ હતી. નેપાળના મીડિયામાંથી જાણવા મળ્યું છે કે, પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટને હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, યતી એરલાઇન્સના એરક્રાફ્ટ ATR-27માં પાંચ ભારતીયો સવાર હતા.

આ પણ વાંચોઃ Mh bhind triple murder: જૂની અદાવતના કારણે 2 પક્ષો વચ્ચે ફાયરિંગમાં 3 લોકોના મોત

ફોન નંબર જાહેરઃ ભારતીય દૂતાવાસે ઘટનાનો ભોગ બનેલા પાંચ ભારતીયોના પરિવારજનો ઉપરાંત અન્ય લોકોને મદદ કરવા માટે હેલ્પલાઇન જારી કરી છે. કાઠમંડુમાં, દિવાકર શર્માનો ફોન નંબર +977-9851107021 પર સંપર્ક કરી શકાય છે અને પોખરામાં, લેફ્ટનન્ટ કર્નલ શશાંક ત્રિપાઠીનો ફોન નંબર +977-9856037699 પર સંપર્ક કરી શકાય છે. એમ્બેસી સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details