કાઠમંડુ: નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા 128થી વઘુ લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. . ભૂકંપના કારણે નેપાળના ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે, ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, નેપાળના વડાપ્રધાને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મૃત્યુઆંક વધવાની શક્યતા: શુક્રવારે મધ્યરાત્રિ પહેલા ઉત્તર-પશ્ચિમ નેપાળના જિલ્લાઓમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપમાં ઓછામાં ઓછા 69 લોકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત થયા છે. રાહત- બચાવકર્મીઓએ પહાડી ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની સંભાવના દેખાઈ રહી છે કારણ કે, ઘણી જગ્યાએ રાહત બચાવ માટે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે.
ઉત્તર ભારતમાં અનુભવાયા આંચકા:ભૂકંપ સમયે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યાં હતા. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, તેના આંચકા ભારતની રાજધાની નવી દિલ્હીમાં 800 કિલોમીટર દૂર સુધી પણ અનુભવાયા હતા. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભારતમાં કોઈ જાનહાની કે જાનહાનિના સમાચાર નથી પરંતુ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ઘર કરી ગયો છે. ભૂકંપ બાદ દિલ્હી, લખનૌ, પટના અને અન્ય સ્થળોએ લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર દોડી આવ્યાં હતાં. તાજેતરના સમયમાં, લોકોએ ઘણા દેશોમાં ભૂકંપના કારણે થયેલી તબાહી જોઈ છે.
ભૂકંપની તિવ્રતા 5.6: અમેરિકી જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 5.6 હતી. તે જમીનની સપાટીથી 11 માઈલની ઊંડાઈએ આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 250 માઈલ ઉત્તરપૂર્વમાં જાજરકોટમાં હતું. ભૂકંપના આંચકા રાત્રે 11.35 કલાકે અનુભવાયા હતા.
PM મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ: નેપાળમાં આવેલા ભયાનક ભુકંપ પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર આ અંગે પોતાનો શોક સંદેશ વ્યક્ત કર્યો હતો. ભારતના નેપાળના લોકો સાથે એકજૂટતા સાથે ઉભો છે, અને દરેક શક્ય મદદ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે. અમારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે, અને ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેની કામના કરીએ છે.
- Turkey Earthquake: તારાજીમાંથી ફરી તાકાતવર થવા તુર્કી કચ્છનું અનુકરણ કરી શકે, જાણો આ મોડલ
- Bhimasar model village: શહેરને પણ ટક્કર મારે એવું છે ભીમાસર ગામ, જાણો 2001 ભૂકંપ બાદ કેવી રીતે ગામે કર્યો વિકાસ