ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાડોશીના પાળીતા કૂતરાએ પ્રાયવેટ પાર્ટમાં બચકું ભરતા ફરિયાદ - Lucknow police

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શુક્રવારે યુવકના પ્રાઈવેટ પાર્ટ પર પાડોશીના કૂતરાએ હુમલો કર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પીડિતની માહિતીના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસે કૂતરાના માલિકની પૂછપરછ શરૂ કરી દીધી છે.

પાડોશીના પાળીતા કૂતરાએ પ્રાયવેટ પાર્ટમાં બચકું ભરતા ફરિયાદ
પાડોશીના પાળીતા કૂતરાએ પ્રાયવેટ પાર્ટમાં બચકું ભરતા ફરિયાદ

By

Published : Sep 10, 2022, 8:08 PM IST

લખનૌ:ઉત્તર પ્રદેશના પાટનગરમાં માત્ર શેરીએ રખડતા કૂતરા જ નહીં પણ પાળીતા કૂતરા પણ બીજા માટે મુશ્કેલીરૂપ બની રહ્યા છે. લખનૌના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકને ગયા શુક્રવારે તેના પાડોશીના કૂતરાએ પ્રાઈવેટ પાર્ટમાં હુમલો કરી બચકું કરી બચકું ભર્યું હતું. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત યુવકની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. પીડિતની જાણના આધારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં માલિક સામે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવાયા છે.

ગંભીર ઈજા થઈઃમૂળ પ્રેમ નગરનો રહેવાસી યુવાન શુક્રવારે રાત્રે 10 વાગ્યે તેના ઘરે પહોંચતો હતો. એ સમયે પાડોશમાં રહેતા શંકર નામના યુવકના પાલતુ કૂતરાએ તેના પ્રાયવેટ પાર્ટ પર હુમલો કરીને બચકું ભરી લીધું હતું. જેમાં સંકલ્પને ગંભીર ઈજા પહોંચી હતી. પીડિતનો યુવાનનો આરોપ છે કે હુમલાના સમયે કૂતરાના માલિક શંકર ત્યાં હાજર હતા. પરંતુ તેમણે યુવાનની કોઈ પણ રીતે મદદ કરી ન હતી.

પોલીસ ફરિયાદ થઈઃઆ ઘટના બાદ યુવાન પોતે સારવાર માટે લોક બંધુ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ગંભીર હાલતને જોતા મેડિકલ કોલેજમાં રિફર કરાયો હતો. મેડિકલ કોલેજમાં 2 દિવસની સારવાર બાદ ડોક્ટરોએ જણાવ્યું કે મૂત્રાશયની નળીમાં ઈજા પહોંચી છે. જેની સારવાર લાંબી ચાલશે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પ્રભારી આલોક રાયે જણાવ્યું કે પીડિતની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં (Section 289 negligent conduct with respect to animals) આવી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ કૌસરબાગમાં રહેતી નિવૃત્ત શિક્ષિકા સુશીલા તિવારીનું પાળતુ કૂતરાના હુમલામાં મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details