- 12 ડિસેમ્બરે યોજાશે NEET-UG પરીક્ષા 2021
- 203 શેહેરોમાં લેવામાં આવશે પરીક્ષા
- 13 ભાષામાં આપી શકશે વિદ્યાર્થા પરીક્ષા
દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG પરીક્ષા 2021 માટે શહેરોની યાદી બહાર પાડી છે. રજીસ્ટર્ડ છાત્ર NTAની અધિકારીક વેબસાઈટ પર જઈને રોલ નંબર, ડેટ ઓફ બર્થ અને સિક્યોરીટી પીન નાખીને પરીક્ષા માટે ફાળવેલ શહેર જોઈ શકે છે.
203 શેહેરોમાં લેવાશે પરીક્ષા
NTA દ્વારા બહાર પાડવામાં આવેલા રજીસ્ટ્રેશન ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીઓ દ્રારા પ્રાથમિકતા આપવામાં આવેલા શેહેરો મુજબ પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. નીટ યુજી 2021 પરીક્ષા 12 સપ્ટેમ્બરના દિવસે 203 શેહેરોમાં થશે. પરીક્ષા માટે હોલ ટીકીટ 3 દિવસ પહેલા બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થી NTAની આધિકારીક વેબસાઈટ www.neet.nta.ac.in પર જઈને હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકે છે.