ક્વોટા :તનિષ્કા હરિયાણાના નારનૌલની રહેવાસી છે(Tanishka of Haryana has secured 1st rank in all India). તેમના પિતા કૃષ્ણ કુમાર સરકારી શિક્ષક છે અને માતા સરિતા કુમારી પણ લેક્ચરર છે. તે દિલ્હી AIIMSમાંથી MBBS કરવાની ઈચ્છા ધરાવે છે. MBBS પછી તે કાર્ડિયો, ન્યુરો અને ઓન્કોલોજીમાં સ્પેશિયલાઇઝેશન કરવા માંગે છે. તેમણે ક્લિયરિંગને સફળતાનો મંત્ર ગણાવ્યો હતો.
દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો તનિષ્કાએ જણાવ્યું કે, તે છેલ્લા 2 વર્ષથી કોટાની ક્લાસરૂમમાં કોચિંગ કરતી હતી(air 01 tanishka from kota). મેડિકલ પ્રોફેશન એક એવું ક્ષેત્ર છે, જેમાં તમે બીજાની મદદ કરીને તમારી જાતને સ્થાપિત કરી શકો છો. NEET ની તૈયારી દરમિયાન, તે ખ્યાલોને ઊંડાણમાં સમજવા માટે શક્ય તેટલા વધુ પ્રશ્નો પૂછતી હતી, તે અચકાતી નહોતી. કસોટીમાં ક્યારેક ઓછા માર્કસ આવતા તો વાલીઓ તેમને પ્રોત્સાહિત કરતા હતા હતા. તેઓએ ક્યારેય માર્કસ માટે દબાણ કર્યું ન હતું અને હકારાત્મકતા સાથે તૈયારી કરતા રહેવા પ્રોત્સાહિત કરતા હતા. તનિષ્કાએ આ વર્ષે 12માની પરીક્ષા પણ આપી હતી, જેમાં તેને 98.6 ટકા માર્ક્સ મળ્યા હતા. ધોરણ 10માં 96.4 ટકા માર્ક્સ હતા. આ ઉપરાંત, તેણીએ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Main માં પણ 99.50 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.