ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEETની પરીક્ષા હવે 13 ભાષાઓમાં આયોજિત થશે, કુવૈતમાં ખુલશે પરીક્ષા કેન્દ્ર - NEET માટેનું એક નુવં પરીક્ષા કેન્દ્ર

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને માહિતી આપી હતી કે, પ્રથમ વખત તબીબી સંસ્થાઓમાં પ્રવેશ માટેની NEET- Graduate Exam 13 ભાષાઓમાં લેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં રાષ્ટ્રીય પાત્રતા સાથે પ્રવેશ પરીક્ષા (NEET) માટે એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.

NEET
NEET

By

Published : Jul 14, 2021, 8:07 AM IST

  • NEET પ્રથમ વખત 13 ભાષાઓમાં લેવાશે
  • કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ વિશે માહિતી આપી
  • કુવૈતમાં NEET માટેનું એક નુવં પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું

નવી દિલ્હી :તબીબી સંસ્થાઓમાં પ્રવેશ માટેની NEET- Under Graduate Exam પ્રથમ વખત 13 ભાષાઓમાં લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે આ વિશે માહિતી આપી હતી. પંજાબી અને મલયાલમ બે ભાષાઓને પરીક્ષાના માધ્યમ તરીકે ઉમેરવામાં આવી છે.

કુવૈતમાં NEET માટેનું એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું

પ્રધાને જણાવ્યુંં કે, પશ્ચિમ એશિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષણ( National Eligibility cum Entrance Test (NEET) )માટેનું એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.

આ પણ વાંચો : IIT, IIM, JEE અને NEET પરીક્ષાની તૈયારી માટે સરકાર કરશે કોચિંગ કલાસ શરૂ

NEET 2021 માટે નોંધણી આજે વેબસાઇટ પર 5 વાગ્યાથી શરૂ થશે

તેમણે ટ્વીટ કર્યું હતું કે,NEET- Under Graduate 2021 માટે નોંધણી આજે વેબસાઇટ પર 5 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. NEET (Under Graduate) પરીક્ષાના ઇતિહાસમાં પ્રથમ વખત, પશ્ચિમ એશિયાના વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં એક પરીક્ષાનું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગરના 6 વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષામાં મેદાન માર્યું

NEET 2021ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે

તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત, NEET (Under Graduate) 2021ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે અને પંજાબી અને મલયાલમ ભાષા ઉમેરવામાં આવી છે. પ્રધાને જણાવ્યું કે, હવે પરીક્ષા હિન્દી, પંજાબી, આસામી, બંગાળી, ઓડિયા, ગુજરાતી, મરાઠી, તેલુગુ, મલયાલમ, કન્નડ, તમિલ, ઉર્દૂ અને અંગ્રેજીમાં લેવામાં આવશે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details