- ઓલિમ્પિકમાં બરછી ફેકમાં નિરજની બાજી મારી
- નિરજ ચોપરાએ 87.58 મીટર સૌથી વધું બરછી ફેંકી
- ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ
ન્યૂઝ ડેસ્ક : ટોકિયો ઓલિમ્પિક 2020માં પહેલી વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે એથ્લેટિક્સમાં ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નિરજ ચોપરાએ ફાઈનલના પ્રથમ રાઉન્ડ 87.3, બીજામાં 87.58 અને ત્રીજામાં 76.79, ચોથા અને પાંચમાં રાઉન્ડમાં ફાઉલ અને છઠ્ઠા રાઉન્ડમાં 84 મીટરથી વધું બરછી ફેંકી હતી. નિરજે આજે શનિવારે ગોલ્ડ પર નિશાન તાક્યું હતું. આ યુવા ખેલાડીઓ સામે દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ પણ મેદાને ઉતર્યા હતા.
એથલેટિક્સ ગેઇમ્સમાં 120 વર્ષ પછી ભારતને મેડલ
જેવેલિન થ્રોમાં નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો છે. ઓલિમિપિકમાં એથલેટિક્સ ગેઇમ્સમાં 120 વર્ષ પછી ભારતે ગોલ્ડ મેડલ મેળ્યો છે. ભારતના સ્વતંત્ર થયા પછી એથલેટિક્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે. ટોક્યો ઓલિમિપિકમાં જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો છે. ઓલિમિપિકમાં એથલેટિક્સ ગેઇમ્સમાં 120 વર્ષ પછી ભારતે ગોલ્ડ મેડલ મેળ્યો છે. ભારતના સ્વતંત્ર થયા પછી એથલેટિક્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ 1900માં પેરિસ ઓલિમિપિકમાં નોમાન પિટચાર્ડ જેમણે બ્રિટિશ બ્રિટિશ ઇન્ડિયાના ઝંડા હેઠળ 2 સિલ્વર મેડલ જીત્યા હતાં તેમણે 200 મીટર હડલ્સ અને 200 સ્પ્રિન્ટમાં મેડલ મેળ્યો હતો.