ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીરજ ચોપરાની તબિયત વધુ એક વખત લથડી, અધવચ્ચેથી કાર્યક્રમ છોડ્યો - ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા

ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાની તબિયત મંગળવારે વધુ એક વખત લથડી હતી. તેમના ગામ ખંડરા ખાતે યોજાયેલા એક સન્માન કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત લથડતા તેમણે અધવચ્ચેથી જવું પડ્યું હતું.

નીરજ ચોપરાની તબિયત વધુ એક વખત લથડી
નીરજ ચોપરાની તબિયત વધુ એક વખત લથડી

By

Published : Aug 17, 2021, 6:53 PM IST

  • ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ અપાવનારા નીરજ ચોપરાની તબિયત લથડી
  • 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત
  • પોતાના ગામ પહોંચ્યા બાદ ફરી વખત તબિયત લથડતા કાર્યક્રમ અધવચ્ચેથી છોડ્યો

પાણીપત: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરા મંગળવારે સવારે પોતાના ગામ ખંડરા પહોંચ્યા હતા. જ્યાં તેમના સ્વાગત માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ફરી લથડી હતી અને તેમને અધવચ્ચે જ કાર્યક્રમ છોડીને જવું પડ્યું હતું. તેમના પરિવારજનો એ જણાવ્યું હતું કે, ગરમીના કારણે નીરજની તબિયત બગડી હતી. જેના કારણે તેમને કાર્યક્રમ છોડવો પડ્યો હતો.

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાના કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત

આ અગાઉ પણ ગત શુક્રવારે નીરજની તબિયત લથડી હતી. નીરજ ચોપરાને તાવની સાથે સાથે ગળામાં પણ તકલીફ હતી. તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તાવના કારણે તેઓ હરિયાણા સરકારના સન્માન સમારોહમાં પણ શામેલ થઈ શક્યા ન હતા. જોકે, 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નીરજ શામેલ થયા હતા અને ત્યારબાદ સોમવારે વડાપ્રધાન આવાસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ તેઓ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને તેમને મનપસંદ ચુરમો પણ ખવડાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details