ન્યૂઝ ડેસ્ક : ભારત યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની નજીક આવી રહ્યું હોવાની આશંકાને પગલે રશિયાએ પાકિસ્તાન તરફ પોતાનો ઝુકાવ શરૂ કર્યો. તે જ સમયે ભારતમાં એ હકીકતથી પણ ખળભળાટ મચી ગયો હતો કે, રશિયા પાસેથી જે પ્રકારનાં સંરક્ષણ સાધનો તેને મળતાં હતાં તેઓ ચીન પણ પહોંચતા હતા. બંને દેશમાં આ તણાવ ચાલુ રહ્યા હતા ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે, રશિયાએ અફઘાન શાંતિ મંત્રણામાંથી ભારતને બાકાત રાખવાનું સુનિશ્ચિત કર્યું હતું.
શિખર રદ કરવા માટે કોવિડ રોગચાળાને દોષી ઠેરવવામાં આવ્યો
ભારત-રશિયા શિખર બેઠક ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની હતી. જોકે શિખર રદ કરવા માટે કોવિડ રોગચાળાને દોષી ઠેરવવામાં આવ્યો હતો, તેમ છતાં, એવું જણાવવામાં આવ્યું હતું કે રદ થવાના પાછળના કારણ પાછળ અન્ય કારણો પણ હતાં.
આ પણ વાંચો -કોવિડ-19 બાદ નવી જોબ્સ, ભૂમિકાઓ અને કારકિર્દી – કામગીરીનું ભવિષ્ય
સંબંધોને મજબૂત કરવાના સંયુક્ત પ્રયાસો બંને માટે ફાયદાકારક રહેશે
આ વર્ષના અંતે પુટિન-મોદી શિખર સંમેલનની તૈયારીઓના ભાગરૂપે, બંને દેશોના વિદેશ પ્રધાનો ૬ એપ્રિલ ૨૦૨૧ ના રોજ દિલ્હી ખાતે મળ્યા હતા. વર્ષ ૨૦૧૮માં ભારતે રશિયા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી પ્રતિબંધોની ચેતવણી હોવા છતાં એસ-૪૦૦ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ પ્રણાલિના સોદા પર સંમતિ આપી હતી. તાજેતરના વિદેશ પ્રધાનોની બેઠકમાં યુ.એસ.ની ચેતવણીઓને ધ્યાનમાં લેવાની તસ્દી લેવાઈ ન હતી. સંયુક્ત નિવેદનમાં, ભારત અને રશિયાના વિદેશ પ્રધાનો, શ્રી જયશંકર અને શ્રી સેર્ગેઇ લવરોવ, એ જાહેરાત કરી કે બંને દેશોના સંરક્ષણ પ્રધાનો સંરક્ષણ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. વિધાનનો સાર એ છે કે બંને દેશો સંબંધોમાં પારસ્પરિકતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સંબંધોને મજબૂત કરવાના સંયુક્ત પ્રયાસો બંને માટે ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો -આંતરમાળખાના વિકાસ માટે વધુ એક બૅન્ક
રશિયાએ ભારતને પોતાની પ્રાથમિકતાઓને અનુલક્ષીને કોરાણે મૂકી દીધું
સોવિયત સંઘના વિઘટન પહેલાં, રશિયા ભારતનું એકમાત્ર વિશ્વસનીય સંરક્ષણ સાથી હતું. કેટલાક મતભેદો છતાં, પુટિને પણ સોવિયત સંઘના અનુગામી તરીકે ભારત સાથેના ઉષ્માસભર સંબંધોને ચાલુ રાખ્યા. ભારત અણુ, સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રોમાં રશિયા પાસેથી સહયોગ ઇચ્છે છે. જોકે, એવા પ્રસંગો હતા કે જ્યારે રશિયાએ ભારતને પોતાની પ્રાથમિકતાઓને અનુલક્ષીને કોરાણે મૂકી દીધું હતું.