- NDA ધારાસભ્ય દળના નેતા તરીકે નીતીશ કુમારની પસંદગી
- નીતીશ કુમારને સર્વસહમતિથી પસંદગીથી વિધાયક દળના નેતા તરીકે પસંદગી
- રાજનાથ સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને સુશીલ મોદી પહોંચ્યા CM આવાસ
- હમ પાર્ટી અધ્યક્ષ જીતનરામ માંજી પણ પહોંચ્યા CM આવાસ
- વીઆપી અધ્યક્ષ મુકેશ સહની પણ હાજર
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નવી સરકારના ગઠનની કવાયત તેજ થઇ છે. મુખ્ય પ્રધાન આવાસ પર એનડીએ ધારાસભ્ય દળની મહત્વની બેઠક થઇ રહી છે. એનડીએની બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાઇ છે.
એનડીએના ધારાસભ્ય પસંદ કરશે નેતા
એનડીએની બેઠકમાં એનડીએના ધારાસભ્ય પોતાના નેતાની પસંદગી કરશે. એનડીએમાં મુખ્ય પ્રધાન પદ માટે નીતીશ કુમારના નામ પર પહેલેથી જ સહમતિ બની છે. જે બાદ બેઠક ઔપચારિક્તા જ છે. નેતા પસંદગીની પ્રક્રિયા બાદ એનડીએ નેતા તરફથી રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરવામાં આવશે. જે બાદ રાજ્યપાલ સરકાર બનાવવા માટે આંમત્રિત કરશે. 16 નવેમ્બરે મુખ્ય પ્રધાન અને મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે.
નવી સરકારના ગઠનની તૈયારી
વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત મળ્યા બાદ હવે એનડીએ ફરીથી સરકાર બનાવવાની તૈયારીમાં છે. મુખ્ય પ્રધાન આવાસ પર 13 નવેમ્બરે એનડીએ ઘટક દળોની બેઠક થઇ હતી. એનડીએ ઘટક દળોની બેઠક બાદ મુખ્ય પ્રધાને કેબિનેટની બેઠક કરી અને 16મી બિહાર વિધાનસભાને ભંગ કર્યો હતો. જેની સૂચના મુખ્ય પ્રધાને રાજ્યપાલ ફાગૂ ચૌહાણને આપી અને તેમણે પોતાના ત્યાગપત્ર પણ આપ્યો હતો. જે બાદ રાજ્યપાલ તરફથી પ્રભારી મુખ્ય પ્રધાન અને બધા મંત્રીઓને કાર્ય કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
NDA માં ભાજપ સૌથી મોટી પાર્ટી