ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં થોડીવારમાં એનડીએની બેઠક, રાજનાથની હાજરીમાં મુખ્ય પ્રધાનની થશે પસંદગી! - બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યમાં નવી સરકારના ગઠનની કવાયત તેજ થઇ છે. આજે (રવિવાર) પટનામાં ભાજપ અને એનડીએ ધારાસભ્ય દળની બેઠક થવાની છે.

NDA Legislature Party meeting today
NDA Legislature Party meeting today

By

Published : Nov 15, 2020, 10:52 AM IST

  • બિહારમાં થોડીવારમાં એનડીએની બેઠક
  • કેન્દ્રીય સુપરવાઇઝરની ભૂમિકામાં રહેશે રાજનાથ સિંહ
  • ધારાસભ્ય દળના નેતાની થશે પસંદગી

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત સાથે બધા નેતા ખુશ છે, તો રાજ્યમાં નવી સરકારને લઇને કવાયત પણ તેજ થઇ છે. મળતી માહિતી મુજબ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ થોડીવારમાં પટના પહોંચશે.

સવારે 10 કલાકે યોજાશે બેઠક

પટનામાં રવિવારે એનડીએ ધારાસભ્ય દળની બેઠક થશે. આ બેઠક પાર્ટીના પ્રદેશ મુખ્યાલયમાં સવારે 10 કલાકે યોજાશે. જેમાં એનડીએના તમામ નેતા પણ સામેલ થશે. આ બેઠકમાં રાજનાથ સિંહ કેન્દ્રીય સુપરવાઇઝર રુપે સામેલ થશે. જ્યાં રાજનાથ સિંહ ઉપરાંત બિહાર ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફ્ડણવીસ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે.

કેન્દ્રીય સુપરવાઇઝરની ભૂમિકામાં રહેશે રાજનાથ સિંહ

રાજનાથ સિંહ કેન્દ્રીય સુપરવાઇઝરની ભૂમિકામાં રહેશે. આ પહેલા સુશીલ મોદીએ ભાજપ આલાકમાને દિલ્હી બદલી કરવામાં આવી હતી. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ રવિવારે પટનામાં થનારી પાર્ટીના નવનિર્વાચિત ધારાસભ્યની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીતથી ખુશ છે ભાજપના નેતા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 74 ધારાસભ્ય જીત્યા છે. એવામાં પાર્ટીના નેતા આત્મવિશ્વાસથી ભરેલા છે. બદલાયેલી પરિસ્થિતિઓમાં ભાજપ વિધાનમંડળ દળની બેઠક બોલાવવામાં આવી છે. રવિવારે પ્રદેશ કાર્યાલય સ્થિત અટલ બિહારી વાજપેયી સભાગારમાં ભાજપ વિધાનમંડળ દળની બેઠક યોજાશે.

ધારાસભ્ય દળના નેતાની થશે પસંદગી

ભાજપના રાજ્ય મુખ્યાલયના પ્રભારી સુરેશ રૂંગ્તાએ જણાવ્યું હતું કે વિધાનસભા પક્ષની બેઠક રાજ્ય કચેરીમાં યોજાનાર છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યો અને ધારાસભ્યોને આમંત્રણ અપાયું છે. એક તરફ જ્યાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી થવાની છે, તો બીજી તરફ વિધાનસભા પક્ષના નેતાની પણ પસંદગી થવાની છે.

ABOUT THE AUTHOR

...view details