ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Pawar Criticized Modi: મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે મોદીની ટીકા કરતા શરદ પવાર - મહારાષ્ટ્ર રાજકારણ

એનસીપી સુપ્રીમો શરદ પવારે મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે વડાપ્રધાન મોદીની ટીકા કરી છે. મહિલા આરક્ષણના સમર્થન કરતા પક્ષો મુદ્દે પવારે મોદી પર વાકપ્રહાર કર્યા છે. વાંચો શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ વિશે

મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે મોદીની ટીકા કરતા શરદ પવાર
મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે મોદીની ટીકા કરતા શરદ પવાર

By PTI

Published : Sep 26, 2023, 6:57 PM IST

મુંબઈઃ એનસીપી સુપ્રીમો શરદ પવારે મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે વડાપ્રદાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા છે. મંગળવારે શરદ પવારે મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતું. પવારે મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદનોનો વિરોધ કર્યો હતો. મોદી અગાઉ મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે પગલાં લેવામાં આવ્યા હતા.

બંધારણીય સુધારામાં ઓબીસીને તકઃ વડાપ્રધાન મોદી વિપક્ષની ટીકા કરે છે અને કહે છે કે વિપક્ષે કમને મહિલા આરક્ષણ વિધેયકને સમર્થન આપ્યું છે. શરદ પવારે જણાવ્યું કે સર્વ સંમતિથી સદનમાં મહિલા આરક્ષણને પસાર કરવામાં આવ્યું છે. 2 સભ્યો સિવાય દરેક સભ્યએ પોતાની સંમતિ આપી હતી. બંધારણીય સુધારા દરમિયાન ઓબીસીને પણ તક આપવી જોઈએ. આ મુદ્દે વડાપ્રધાન કહે છે કે મહિલા આરક્ષણ વિધેયકને કૉંગ્રેસ અને કેટલાક પક્ષો જ સમર્થન આપે છે જે સદંતર ગેરવ્યાજબી છે.

પ્રથમ મહિલા નીતિ મહારાષ્ટ્રમાં બનીઃ શરદ પવારે કહ્યું કે 1993માં અમારી પાસે મહારાષ્ટ્ર ફોર્મ્યુલા હતી. તે સમયે અમે રાજ્યમાં પ્રથમ મહિલા આયોગની સ્થાપના કરી હતી. અમે અલગથી મહિલા બાળ કલ્યાણ વિબાગ શરૂ કર્યો હતો. મહિલા આરક્ષણ મુદ્દે પહેલા પણ ચર્ચાઓ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રએ દેશમાં પહેલી મહિલા નીતિની જાહેરાત કરી હતી. મહિલાઓને આરક્ષણ આપનાર મહારાષ્ટ્ર પહેલું રાજ્ય છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપ્યું હતું.

સેનાની ત્રણેય પાંખમાં મહિલા ભરતીઃ જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે મેં આ નિર્ણયો લીધા હતા. જ્યારે હું સુરક્ષા પ્રધાન હતો ત્યારે વાયુસેના સહિત ત્રણેય પાંખમાં મહિલાઓની ભરતી કરવામાં આવી હતી. જ્યારે મેં રક્ષા પ્રધાન તરીકે મહિલાઓની નિમણુંકનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે કોઈ આ મુદ્દે તૈયાર નહતા. તે સમયે રોજ સવારે સુરક્ષા પ્રધાનની બેઠક 9 કલાકે થતી હતી. આ બેઠકમાં મેં મહિલાઓને ત્રણેય સેનાઓમાં ભરતી કરવાનો વિચાર કર્યો હતો. એ સમયે કોઈ તૈયાર થયું નહીં. આ મુદ્દાની ચર્ચા માટે કુલ 3 બેઠકો યોજવામાં આવી હતી. પરંતુ મેં આગળ પડીને રક્ષા પ્રધાન તરીકે મહિલાઓની નિમણુંક કરવાની જાહેરાત કરી ત્યારે સૌએ સ્વીકાર કરવું પડ્યું. જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારની આ ઘટના છે, આ બધુ વડાપ્રધાન મોદીની જાણમાં આવ્યું નથી.

  1. Maharashtra Politics: 'અજિત પવાર અમારા નેતા છે, NCPમાં કોઈ ભાગલા નથી' - શરદ પવાર
  2. Maharashtra Politics: 3 મહિનામાં આખું ચિત્ર બદલાઈ જશે, NCP મજબૂત બનશે - શરદ પવાર

ABOUT THE AUTHOR

...view details