- શરદ પવારનું લૈપ્રોસ્કોપી ઓપરેશન કરાયું
- નવાબ મલિકે આ બાબતે ટ્વીટ કરીને આપી જાણકારી
- પવારની તબીયત હાલ સ્થિર
મહારાષ્ટ્ર : મુંબઇની ખાનગી હોસ્પિટલમાં સોમવારના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવારના પિત્તાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
આ પણ વાંચો -શરદ પવારનું સફળ રહ્યું ઓપરેશન, તબિયત સ્થિર: રાજેશ ટોપે
પવારની તબીયત હાલ સ્થિર
80 વર્ષીય શરદ પવારને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. મલિકે જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ શરદ પવારના પિત્તાશયનું સોમવારના રોજ ડૉ. બલસારાએ સફળ લૈપ્રોસ્કોપી ઓપરેશન કર્યું છે. પવારની તબીયત હાલ સ્થિર છે અને તેમના સ્વાસ્થ્ય સુધારી રહ્યું છે.
નવાબ મલિકે શરદ પવારના સ્વાસ્થ્ય અંગે ટ્વીટ કરીને આપી જાણકારી આ પણ વાંચો -NCPના વડા શરદ પવારની 12મી એપ્રિલે પિત્તાશયની સર્જરી કરાશે
30 માર્ચના રોજ શરદ પવારની એડોસ્કોપી કરાઇ હતી
આ પહેલા 30 માર્ચના રોજ શરદ પવારના પિત્તાશયમાં પથરી હોવાનું નિદાન થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તાત્કાલિકધોરણે એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. જે બાદ તેમને 7 દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. મલિકે જણાવ્યું કે 15 દિવસ બાદ તેમનું ઓપરેશન કરવાનું હતું, જે કારણે રવિવારના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં આવ્યા હતા. જે બાદ આજ રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.