મુંબઈ: NCP પ્રમુખ શરદ પવારને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે.(sharad pawar received death threat) અજાણ્યા વ્યક્તિએ શરદ પવારના સિલ્વર ઓક સ્થિત આવાસ પર ફોન કરીને ધમકી આપી છે.(pawar received death threat over phone) પોલીસનો દાવો છે કે, ટૂંક સમયમાં ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવશે.
NCP ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની મળી ધમકી
NCP પ્રમુખ શરદ પવારને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી(sharad pawar received death threat) આપવામાં આવી છે. ફોન કરનારા વ્યક્તિએ પવારના સિલ્વર ઓક સ્થિત આવાસ પર ફોન કરીને ધમકી આપી છે.(pawar received death threat over phone) ફોન કરનાર વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે. ફોન બિહારથી આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ અગાઉ પણ પવારને ફોન કરીને ધમકી આપી ચૂક્યો છે.
જાનથી મારી નાખવાની ધમકી: 12 ડિસેમ્બર શરદ પવારનો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસના બીજા દિવસે શરદ પવારના સિલ્વર ઓક સ્થિત આવાસ પર ઘમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે હિન્દીમાં વાત કરી અને કહ્યું કે તે મુંબઈ આવીને પવારની હત્યા કરી નાખશે. ઘટના બાદ નજીકના ગામદેવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ફોન કરનાર વ્યક્તિની ઓળખ થઈ ચૂકી છે. ફોન બિહારથી આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ અગાઉ પણ પવારને ફોન કરીને ધમકી આપી ચૂક્યો છે. તે સમયે પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી અને તેને સમજાવીને છોડી મૂક્યો હતો. હવે બીજી વખત ધમકી આપવા પર પોલીસે FIR દાખલ કરી લીધી છે. પોલીસનો દાવો છે કે, ટૂંક સમયમાં ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવશે.
અગાઈ પણ આપી હતી ધમકી:મે મહિનાની શરૂઆતમાં પણ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ શરદ પવારને થોડા દિવસો પહેલા અહીં સોશિયલ મીડિયા પર 'જાનથી મારી નાખવાની ધમકી' મળી હતી, જેના કારણે મહાવિકાસ અઘાડી સરકારમાં હલચલ મચી ગઈ છે. NCP સુપ્રીમોનો ઉલ્લેખ કરતા, મરાઠીમાં 11 મેની ધમકીએ કહ્યું કે બારામતીના 'ગાંધી' અને નાથુરામ ગોડસેને બારામતી માટે તૈયાર કરવાનો સમય આવી ગયો છે. આ ટ્વીટ નિખિલ ભામરે દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં એમ પણ લખવામાં આવ્યું હતું, 'બારામતી કાકા, માફ કરશો.'