ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવાબ મલિક ફરી વખત એક્શનમાં, કહ્યું - સમીર વાનખેડેએ NCB માં પોતાની પ્રાઈવેટ આર્મી બનાવી - NCP Leader Nawab Malik

NCP નેતા નવાબ મલિકે (Nawab Malik) આજે મંગળવારે કહ્યું કે, તેમના જમાઈના ઘરેથી કોઈ ગાંજો મળ્યો ન હતો અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે તેમના અંડરવર્લ્ડ સાથે કોઈ સંબંધ નથી.

Nawab Malik
Nawab Malik

By

Published : Nov 2, 2021, 11:44 AM IST

  • નવાબ મલિક ફરી વખત એક્શનમાં
  • સમીર વાનખેડે અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યા
  • સમીર વાનખેડેએ NCB માં પોતાની પ્રાઈવેટ આર્મી બનાવી: નવાબ મલિક

મહારાષ્ટ્ર: મુંબઈ ડ્રગ્સ મામલામાં મહારાષ્ટ્ર સરકાર અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો ચાલુ છે. મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિકે (Nawab Malik) મંગળવારે પત્રકાર પરિષદ યોજીને સમીર વાનખેડે અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર આરોપ લગાવ્યા હતા.

આ પણ વાંચો: નવાબ મલિકનું વિસ્ફોટક નિવેદન: આર્યનને NCBઓફિસ લઈ જવા વાળો શખ્સ જ જેલના સળીયા પાછળ

મારા અંડરવર્લ્ડ સાથે કોઈ સંપર્ક નથી: નવાબ મલિક

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જ નિવેદન આપ્યું હતું કે, નવાબ મલિક (Nawab Malik) ના અંડરવર્લ્ડ સાથે સંપર્કો છે અને આ અંગે દિવાળી બાદ તેઓ બોમ્બ ફોડશે. આ આરોપોને નકારતા તેમણે કહ્યું હતું કે, મારા અંડરવર્લ્ડ સાથે કોઈ સંપર્ક નથી, પરંતુ જો તમને આ વાતની ક્યાંકથી માહિતી મળી હોય તો જ્યારે તમે સત્તામાં હતાા. ત્યારે મારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ ન કરી?

આ પણ વાંચો:શા માટે નવાબ મલિક સમીર વાનખેડે પર વારંવાર કરી રહ્યા છે પ્રહાર ?

વાનખેડેએ પોતાની પર્સનલ આર્મી ઉભી કરી લીધી: નવાબ મલિક

નવાબ મલિકે (Nawab Malik) વધુમાં કહ્યું હતું કે, 'સોમવારે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું હતું કે, મારા જમાઈના ઘરેથી ગાંજો મળ્યો હતો. તમારો ખાસ NCB માં જ કામ કરે છે. તેની પાસેથી પંચનામું મગાવી શકો છો. તેના પરથી તમને ખ્યાલ આવી જશે.' નવાબ મલિકે આરોપો લગાવતા કહ્યું હતું કે, સમીર વાનખેડે આ વિભાગમાં આવ્યો ત્યારથી તેણે પોતાની એક પ્રાઈવેટ આર્મી ઉભી કરી. આ આર્મી શહેરમાં ડ્રગ્સનો વેપલો ચલાવે છે.

ABOUT THE AUTHOR

...view details