- શરદ પવારનું મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતુ
- શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા
- શરદ પવારની એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના પ્રમુખ શરદ પવારનું મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન બાદ શરદ પવારની તબિયત ઠીક બતાવવામાં આવી રહી છે. આ પહેલા શરદ પવારની એન્ડોસ્કોપી પણ કરવામાં આવી હતી. એન્ડોસ્કોપી બાદ જ ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબત પર રાકાંપા નેતા અને પ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે, ઓપરેશન બાદ શરદ પવાર સારૂ અનુભવી રહ્યા છે. સ્ટોનને સફળતાપૂર્વક પિત્તાશયમાંથી દૂર કરવામાં આવ્યો છે.
શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા
પવાર (80)ને રવિવારના રોજ પેટમાં દુ:ખાવાની ફરિયાદ થયા બાદ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમના પિત્તાશયમાં સમસ્યા છે. NCP નેતા નવાબ મલિકે જણાવ્યું કે, પવારને ઓપરેશનના એક દિવસ પહેલા પેટમાં દુ:ખાવાની ફરિયાદ થયા બાદ મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલિકે ટિ્વટ કર્યું હતું કે, ગઈકાલે (રવિવાર) સાંજથી અમારા પક્ષના અધ્યક્ષ શરદ પવાર પેટના દુ:ખાવાથી પરેશાન હતા, તેથી તેમને તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમને પિત્તાશયમાં સમસ્યા હતી.
આ પણ વાંચો: પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી