- રાજ્યસભાના સાંસદ પવાર શુક્રવારે એક દિવસના દૌસાની મુલાકાતે
- ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી
- રાજકીય ઉથલપાથલ વચ્ચે મીડિયા સામે મૌન રાખ્યું
દૌસા (મહારાષ્ટ્ર): NCP પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર શુક્રવારે એક દિવસના દૌસાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન, તેઓએ ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. દૌસામાં લગભગ 2 કલાક સુધી, શાળાની મુલાકાત લીધી અને શાળાની પ્રશંસા પણ કરી હતી. આ પ્રસંગે શરદ પવારે કહ્યું કે, આ શાળા એક ઉત્તમ શાળા છે, મેં દેશ-વિદેશમાં ઘણી ખાનગી શાળાઓ જોઈ છે, શાળાઓની મુલાકાત લીધી છે પરંતુ, આ શ્રેષ્ઠ શાળા છે, આવી સ્થિતિમાં તે દૌસા માટે ખૂબ સારું સાબિત થશે.
આ પણ વાંચો:મારી સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરોઃ અનિલ દેશમુખ