- મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રુઝ શિપ પર ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં NCBના દરોડા
- NCBએ દરોડા 10 લોકોને પકડ્યા, જેમાંથી એક અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન પણ સામેલ
- છેલ્લા 8 કલાકથી વધુ સમયથી ક્રુઝ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે
હૈદરાબાદઃ મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રુઝ શિપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં ગઈકાલે રાત્રે (શનિવારે) નાર્કોટિક્ય કન્ટ્રોલ બ્યુરો (NCB)એ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન NCBએ 10 લોકોને પકડ્યા હતા, જેમાંથી એક બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનની પૂછપરછ ચાલી રહી છે. છેલ્લા 8 કલાકથી વધુ સમયથી ક્રુઝ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. NCBએ પકડેલા લોકોનો ખુલાસો નથી થયો. જોકે, ધરપકડ કરાયેલા તમામ લોકોને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. આ કેસમાં પકડાયેલા આઠમાંથી ત્રણને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. NCB ના અધિકારીઓ દ્વારા ત્રણ લોકોને મેડિકલ તપાસ માટે લઈ જવાયાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સામેલ છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને પોલીસ કોર્ટ લઈને પહોંચી છે.
આ પણ વાંચો-લક્ઝુરિયસ શિપમાં ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં NCBનું અંડર કવર ઑપરેશન: બૉલીવુડ એક્ટરના પુત્ર સહિત 10 ઝડપાયા
NCB ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી મામલામાં શાહરુખ ખાનના પુત્ર આર્યનની પૂછપરછ કરી રહી છે
તો આવા ગંભીર મામલામાં સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આવવાથી મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. એક રિપોર્ટ અનુસાર, NCB ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી મામલામાં શાહરુખ ખાનના પુત્ર આર્યનની પૂછપરછ કરી રહી છે. આર્યન ખાન સહિત ધરપકડ કરાયેલા તમામ 10 લોકોના ફોન જપ્ત કરી લેવાયા છે. તો NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, આર્યન ખાન પર અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી અને ના આ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે.
- https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FANI%2Fstatus%2F1444563842894155783&widget=Tweet
આ પણ વાંચો-દુબઈથી અમદાવાદ આવેલો આફ્રિકન નાગરિક 6 કરોડના કોકેઈન સાથે એરપોર્ટ પરથી ઝડપાયો