નવી દિલ્હીઃ આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ (Aryan Khan Drugs Case) મળી છે. આર્યનની ધરપકડ કરનાર અધિકારી સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો સરકારે વાનખેડે પર કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો સમીર વાનખેડે સામે કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો:લદ્દાખમાં આર્મીના વાહનને નડ્યો અકસ્માત: સેનાના 7 જવાનો થયા શહિદ
સમીર વાનખેડે સામે કાર્યવાહી કરવાની તૈયારી :NCB ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાને પણ કહ્યું કે, પુરાવાના આધારે 14 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને અપૂરતા પુરાવાને કારણે 6 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્તરે કેટલીક ભૂલો થઈ હતી, જેના કારણે મામલો SIT દ્વારા ઉઠાવવો પડ્યો હતો. કોઈ પણ સંજોગોમાં ચાર્જશીટ એ એક પ્રકારનું છેલ્લું સ્ટોપ છે, પરંતુ જો કેટલાક નવા પુરાવા મળે તો કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકાય છે. પ્રધાને એમ પણ કહ્યું કે, પ્રથમ તપાસ ટીમે ભૂલો કરી હતી. નકલી પ્રમાણપત્ર કેસમાં સમીર વાનખેડે સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મેં ક્યારેય બુકરનું સપનું જોયું ન હતું: રેતીની સમાધિએ લેખિકાને અપાવ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર