ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NCB દ્વારા કર્ણાટક અને તેલંગાણા રાજ્યોમાં ચાલતાં ડ્રગ નેટવર્કનો પર્દાફાશ - Alprazolam drug

NCB દ્વારા કર્ણાટક અને તેલંગાણા રાજ્યોમાં ચાલતાં ડ્રગ નેટવર્કનો (Drug Network) પર્દાફાશ કરવામાં આવ્યો છે. એન્ટિડીપ્રેશન્ટ દવાઓમાં વપરાતા કટિંગ એજન્ટ અલ્પ્રાઝોલમ ડ્રગનો કુલ 91 કિલોનો જથ્થો એનસીબી ટીમે ત્રણ રાજ્યોના નેટવર્કની જાસૂસી બાદ (NCB busts drug network) પકડી પાડ્યો છે.

NCB દ્વારા કર્ણાટક અને તેલંગાણા રાજ્યોમાં ચાલતાં ડ્રગ નેટવર્કનો પર્દાફાશ
NCB દ્વારા કર્ણાટક અને તેલંગાણા રાજ્યોમાં ચાલતાં ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

By

Published : Jun 26, 2021, 6:17 PM IST

  • આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ
  • NCBની ટીમે કર્યો ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ
  • 64 લાખના માલ સાથે કુલ 5 આરોપી ઝડપાયાં

બેંગ્લૂરુઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) બેંગ્લુરુ ઝોન અને હૈદરાબાદ પેટાવિભાગે અલ્પ્રાઝોલમ મેન્યુફેક્ચરિંગ યુનિટનો (Alprazolam drug) પર્દાફાશ કર્યો છે.જેમાં કુલ 62 લાખની કુલ 91 કિલો અલ્પ્રાઝોલમ ડ્રગ કબજે કરવામાં આવી છે. આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એનસીબી દ્વારા (NCB busts drug network) છેલ્લા કેટલાક મહિનાઓથી તેલંગાણા અને આંધ્રપ્રદેશ, બેંગ્લુરુ કર્ણાટકમાં ફેલાયેલા અલ્પ્રાઝોલમ મેન્યુફેક્ચરિંગ અને ટ્રાફિકિંગ નેટવર્ક પર કડક નજર રાખવામાં આવી રહી હતી.

બાતમીના આધારે સર્ચમાં ઝડપાયું નેટવર્ક

આ પ્રક્રિયામાં મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે એનસીબીના (NCB) અધિકારીઓએ 25 જૂને બેંગ્લોર ઝોનલ અને હૈદરાબાદ સબ ઝોનલ યુનિટ કોલાર ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદે અલ્પ્રાઝોલમની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવતી મિની ટ્રકને બિડર, કર્ણાટકમાં અટકાવવામાં સફળ થયાં હતાં અને તેમાંથી (NCB busts drug network) 91.5 કિલો અલ્પ્રાઝોલમ કબજે કર્યું હતું. ફેક્ટરી જ્યાં કોન્ટ્રાબેન્ડ બનાવવામાં આવી હતી, એટલે કે બિડરમાં મેસર્સ ઈન્દુ ડ્રગ્સ પ્રા.લિ.ની શોધખોળ દરમિયાન ફેક્ટરીના સાધનોમાંથી અલ્પ્રાઝોલમ પાવડરના અવશેષો મળી આવ્યાં હતાં. એવું જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ડ્રગ આ એકમમાં બનાવવામાં આવી હતી. આ સાથે જ એનસીબી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો રીચાર્ડ 10 વર્ષે Hong Kongથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો

તેલંગાણામાં વેચાવા માટે જતું હતું ડ્રગ

હૈદરાબાદની ટીમ, હૈદરાબાદમાં રહેતાં એનવી રેડ્ડીના ઘરે જે ગેરકાયદે અલ્પ્રાઝોલમ ફેક્ટરી ચલાવી રહી હતી. તેમાંથી 62 લાખ રૂપિયાની મળ્યાં તે માદક દ્રવ્યોની આવક હોવાનું માનવામાં આવે છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર એસ ભાસ્કરા અને કેમિકલ એક્સપર્ટ વાય વી રેડ્ડી છે જે ઇન્દુ ડ્રગ્ઝ ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ ડ્રગનું ઉત્પાદન કરતાં હતાં. આ બંને જણ ફરાર થઈ ગયાં હતાં જોક તેમને એનસીબીની ટીમે ફિલ્મી ઢબે ગાડીઓ દોડાવીને ઝડપી લીધાં હતાં. કુલ પાંચ આરોપી પકડાયાં છે તેમાં ઉપર જણાવ્યાં તે બે ઉપરાંત એસ મેનન, અમૃથ અને એનવી રેડ્ડીનો સમાવેશ થાય છે. આ બધાં તેલંગાણાના છે. (NCB busts drug network) તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે પકડાયેલું અલ્પ્રાઝોલમ ડ્રગ તેલંગાણામાં વેચાવાનું હતું. ટીમ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

અલ્પ્રાઝોલમ ખૂબ જોખમી છે

તેલંગાણામાં અલ્પ્રઝોલામનું ગેરકાયદે ઉત્પાદન અને ટ્રાફિકિંગ (Drug network) કાયદા અમલીકરણની એજન્સીઓ માટે ચિંતાનું કારણ છે. અલ્પ્રાઝોલામ એ બેંઝોડિઆઝેપાઇન્સ વર્ગ સાથે સંબંધિત મનોરોગવિષયક પદાર્થ છે જે ડિપ્રેશન વિરોધી છે. જો કે, તેનો મોટાભાગે બદઇરાદાભર્યાં મનોરંજનના ઉપયોગ માટે ગેરકાયદેે વેપાર કરવામાં આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અલ્પ્રાઝોલમ વ્યાપકપણે ગેરકાયદે કટિંગ એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. અલ્પ્રાઝોલમ ખૂબ જોખમી છે અને તે મૃત્યુ સહિતની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

આ પણ વાંચોઃ ડ્રગ્સ મામલો: દિલિપ તાહિલનો પુત્ર ધ્રુવની કરાઈ ધરપકડ, વોટ્સએપ પર ડ્રગ પેડલર સાથે કરતો હતો વાત

ABOUT THE AUTHOR

...view details