- શાહરૂખ ખાનના ઘરે પહોંચી NCBની ટીમ
- અગાઉ, શાહરુખ આર્યન મળવા ગયો હતો
- અનન્યા પાંડેના ઘરે પણ પહોંચી NCBની એક ટીમ
- આર્યન ખાન અને અન્ય આરોપીઓની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી
હૈદરાબાદ: ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. આર્યન ખાન હવે 30 ઓક્ટોબર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રહેશે. ગુરુવારે NDPS કોર્ટે મામલાની ગંભીરતાને જોતા આર્યન ખાન અને અન્ય આરોપીઓની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.
NCB ની ટીમ શાહરુખના ઘરે કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો એકત્ર કરવા ગઇ હતી
આર્યન ખાનની જામીન અરજી મુંબઈ સેશન્સ કોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. આ પછી આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે જ સમયે ગુરુવારે કોર્ટે આર્યન ખાનની અરજી પર સુનાવણી માટે 26 ઓક્ટોબર નક્કી કરી. પરંતુ હવે આર્યન ખાનને 30 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે. આ પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ આજે ગુરુવારે શાહરૂખ ખાનના ઘરે 'મન્નત' પહોંચી હતી. NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે, NCB કોઈ પણ દરોડા માટે શાહરુખના ઘરે નથી ગઇ, પરંતુ કેસ સાથે જોડાયેલા કેટલાક મહત્વના દસ્તાવેજો એકત્ર કરવા ગઇ હતી. NCB એ નોટિસ પણ આપી હતી. નોટિસમાં લખવામાં આવ્યું હતું કે જો આર્યન ખાન પાસે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તો તેે NCB ને સોંપી દે.
અભિનેતા ચંકી પાંડેની ઘરે પહોંચી NCBનીટીમ
NCBની એક ટીમ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે(Ananya Pandey)ના ઘરે પણ પહોંચી છે. એનસીબીએ પૂછપરછ માટે અનન્યા પાંડેને બોલાવ્યા છે. અનન્યા ગુરુવારે બપોરે 2 વાગ્યે એનસીબી ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવાની છે. જો કે, બુધવારે આર્યન ખાનની જામીન અરજી મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે જ સમયે, ગુરુવારે, કોર્ટે આર્યન ખાનની અરજી પર સુનાવણી માટે 26 ઓક્ટોબર નક્કી કરી છે.