ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત બંધના એલાનને સફળ બનાવવા સુકમામાં નક્સલીઓએ 7 વાહનોને આગ ચાંપી - સુકમામાં નક્સલી હુમલો

છત્તીસગઢમાં ફરી એક વાર નક્સલીઓનો આતંક વધ્યો છે. આ વખતે નક્સલીઓએ સુકમાના એર્રાબોર અને દરભાગુડા પાસે 7 વાહનોને આગ ચાંપી દીધી હતી. સુકમાના એસપી કે. એલ. ધ્રુવે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

ભારત બંધના એલાનને સફળ બનાવવા સુકમામાં નક્સલીઓએ 7 વાહનોને આગ ચાંપી
ભારત બંધના એલાનને સફળ બનાવવા સુકમામાં નક્સલીઓએ 7 વાહનોને આગ ચાંપી

By

Published : Apr 26, 2021, 8:59 AM IST

  • છત્તીસગઢમાં નક્સલીઓનો આતંક વધ્યો
  • સુકમામાં 7 વાહનોને નક્સલીઓએ લગાવી આગ
  • વાહનોને આગ લગાવ્યા બાદ નક્સલવાદીઓએ એક ચિઠ્ઠી ફેંકી હતી
  • ચિઠ્ઠીમાં ભારત બંધને સફળ બનાવવાની વાત કહી હતી

સુકમાઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ ફરી એક વાર બેફામ બન્યા છે. આ વખતે નક્સલીઓએ સુકમાના એર્રાબોર અને દરભાગુડા વિસ્તાર પાસે 7 વાહનોને આગ ચાંપી દીધી હતી. રવિવારે સાંજે જિલ્લાના એર્રાબોર અને દરભાગુડા વચ્ચે નક્સલવાદીઓનું એક ટોળું પહોંચ્યું અને ગાડીઓને રોકીને તેમાં આગ લગાવી દીધી હતી. ત્યારબાદ નક્સલવાદીઓએ ઘટનાસ્થળ પર એક ચિઠ્ઠી પણ ફેંકી હતી. આ ચિઠ્ઠીમાં નક્સલવાદીઓએ ભારત બંધને સફળ બનાવવાની વાત કહી હતી.

આ પણ વાંચોઃછત્તીસગઢ સરકાર નક્સલી હુમલાના શહીદોના પરિવારોને 80 લાખ રૂપિયા આપશે

એક પણ વાહનચાલકને કોઈ નુકસાન નથી પહોંચ્યું

નક્લસવાદીઓએ 7 વાહનોને આગ ચાંપી હતી, પરંતુ એક પણ વાહનચાલકને કોઈ નુકસાન નહતું પહોંચ્યું. જોકે, આ ઘટનાની જાણ થતા સુરક્ષા બળના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જવાનોએ ઘટનાસ્થળની તપાસ કરી હતી.

આ પણ વાંચોઃનક્સલીઓના કબજામાંથી જવાનને છોડાવવાની જવાબદારી સરકારની છેઃ જવાનનો પરિવાર

નક્સલીઓએ આ અગાઉ ટ્રેનને ડિરેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો

જગદલપૂરથી કિરંદુલ માટે જઈ રહેલી પેસેન્જર ટ્રેનને નેરલી-બચેલી વચ્ચે નક્સલીઓએ ડિરેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ દુર્ઘટના લોકો પાયલટના કારણે ટળી ગઈ હતી. લોકો પાયલટે સૂઝબૂઝથી મોટી ટ્રેન દુર્ઘટના થતા બચાવી હતી. નક્સલીઓએ નેરલી અને બચેલી વચ્ચે જંગલમાં 40 ફિટ ઉપર બ્રિજ પર બનેલા પાટા કાપી નાખ્યા હતા, જેથી ટ્રેન નીચે પડી જાય. જોકે, લોકો પાયલટે નક્સલીઓના ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details