ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલિયોએ સહાયક સબ-ઇન્સપેક્ટરનું કર્યું આપહરણ - સહાયક સબ-ઇન્સપેક્ટરનું અપહરણ

બીજપુરમાં નક્સલવાદીઓએ પોલીસ વિભાગના એક સહાયક સબ ઇન્સ્પેક્ટર (એએસઆઈ) નું અપહરણ કર્યું છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે. બીજપુર SPએ જણાવ્યું છે કે, અપહરણ કરાયેલા જવાનની શોધખોળ ચાલુ છે.

સહાયક સબ-ઇન્સપેક્ટર
સહાયક સબ-ઇન્સપેક્ટર

By

Published : Apr 22, 2021, 2:16 PM IST

  • ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટરનું અપહરણ
  • જગદલપુરમાં ASI મુરલી તાતી પલાણાર સ્થિત તેના ઘરે ગયો
  • મેળામાંથી માઓવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું

છત્તીસગઢ : બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલવાદીઓએ એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરનું અપહરણ કર્યાના સમાચાર છે, જવાન જગદલપુરમાં તૈનાત હતો. મળતી માહિતી અનુસાર જગદલપુરમાં ASI મુરલી તાતી પલાણાર સ્થિત તેના ઘરે ગયો હતો. બુધવારે જવાન મેળામાં ગયો હતો. જ્યારે જવાનનું બપોરે 4 વાગ્યે મેળામાંથી માઓવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : તેલંગાણામાં માઓવાદીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણ બાદ માઓવાદીઓના બે જૂથ ફરાર

માઓવાદીઓએ એપ્રિલના રોજ એન્કાઉન્ટર પછી જવાનનું અપહરણ કર્યું

માઓવાદીઓએ એપ્રિલના રોજ એન્કાઉન્ટર બાદ તરરેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એક જવાનનું અપહરણ કર્યું હતું. ઘણા પ્રયત્નો બાદ નક્સલવાદીઓએ અપહરણ કરાયેલા જવાનને મુક્ત કર્યા હતા. આ કેસ પછી આજે અન્ય એક જવાનનું પણ અપહરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી, સર્ચ ઓપરેશન શરૂ

ABOUT THE AUTHOR

...view details